મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે મોડીરાત્રીના દાજી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીના રાજપર ગામે મોડીરાત્રીના દાજી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત

 

મોરબી નજીકના રાજપર ગામે રહેતા વૃદ્ધા તા.૮ ના રોજ મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે પ્રાઇમસ ઉપર કામ દરમિયાન દાજી ગયા હતા અને તેઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું રાજકોટ હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના રાજપર ગામે રહેતા કસ્તુરબેન પ્રભુભાઈ વડગાસિયા નામના ૮૫ વર્ષના વૃદ્ધા તા.૮-૧ ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે પ્રાઇમસ ઉપર કામ કરતા સમયે દાઝી ગયા હતા.જેમાં શરીરે છાતી તથા માથાના ભાગે દાજી ગયેલ હાલતમાં તેઓને પ્રથમ અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સેલસ હોસ્પિટલ ખાતે આઇસીયુ વિભાગમાં એડમિટ કરાયા હતા અને ત્યાં આજે તા.૯-૧ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શ્વાસ ઉપડ્યા બાદ યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે રહેતા બીપીનભાઈ મગનભાઈ ગોહેલ નામના ૪૦ વર્ષના યુવાનને શ્વાસ ઉપડવાને લીધે બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે બીપીનભાઈ ગોહેલને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી હાલ તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સિરામિક સિટીમાં મારામારી

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકના સિરામિક સીટી વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ રાધેશ્યામભાઈ મિશ્રા નામના ૩૨ વર્ષના યુવાનને સીરામીક સીટી વિસ્તારમાં કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.હાલ આ બનાવ અંગે જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાય છે.

બાળક સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો શ્લોક આરસભાઈ વરાણીયા નામનો અઢી વર્ષનો બાળક રમતા રમતા અકસ્માતે કોઈ રીતે કેરોસીન પી ગયો હતો.જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરીને તપાસ કરી હતી.




Latest News