મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી: ટંકારા યુવા ભાજપની ટીમ તૈયાર


SHARE







મોરબી તાલુકા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી: ટંકારા યુવા ભાજપની ટીમ તૈયાર

 

મોરબી જીલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી તથા જીલ્લા ભાજપ અઘ્યક્ષ રણછોડભાઈ દલવાડીઝોન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તેમજ મંડલ પ્રભારી રસીકભાઈ વોરા સાથે પરામર્શ કરીને મોરબી તાલુકા ભાજપ ટીમ તેમજ જુદાજુદા મોરચામાં હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા ભાજપ ટીમમાં ઉપપ્રમુખ પદે વિનોદભાઈ પી. પરેચા, બચુભાઈ જી.અમૃતિયા, તરૂણભાઈ પેથાપરા, સિધ્ધરાજસિંહ જાડેજા, મેરામભાઈ પી. રાઠોડ અને કાંતિલાલ વી. કડીવારની વરણી કરવામાં આવેલ છે જયારે મંત્રી ચંદુલાલ ડી. રબારી, આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ, નિતેશભાઈ ડી. બાવરવા, રીંકલબેન વિરલભાઈ અઘેરા, ગીતાબેન ડી. પરમાર અને નિલેશભાઈ એન. વિરપરીયા અને કોષાધ્યક્ષ પ્રવિણભાઈ પડસુંબીયાની વરણી કરેલ છે જયારે મોરબી તાલુકા ભાજપ કિસાન મોરચામાં પ્રમુખ પદે સવજીભાઈ એસ. સુરાણી, મહામંત્રીમાં કાંતિલાલ મેરજા, ઉપપ્રમુખ મોહિતભાઈ કાસુન્દ્રા અને રોહિતભાઈ એ. પાંચોટીયા, મંત્રીમાં રમેશભાઈ દેત્રોજા, દિલીપભાઈ દેત્રોજા, મગનભાઈ ચાવડા અને દિગ્વીજયસિંહ પી. જાડેજા જયારે કોષાધ્યક્ષમાં અશ્વિનભાઈ છનીયારાની વરણી કરેલ છે.

મોરબી તાલુકા ભાજપ યુવા મોરચામાં પ્રમુખ પદે પિન્ટુભાઈ સોરીયા, મહામંત્રી દિલીપભાઈ ધોરીયાણી, ઉપપ્રમુખ દુષ્યંતભાઈ અજાણા અને ભાવેશભાઈ વી. ચાપાણી, મંત્રી પદે રાજેશભાઈ વી. જાકાસણીયા, શિવુભા ગઢવી, રવિભાઈ જી. છત્રોલા અને ઘનશ્યામભાઈ સંઘાણી તેમજ કોષાધ્યક્ષમાં ઓમભાઈ કોઠીયાની વરણી કરેલ છે તો મોરબી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચોમાં પ્રમુખ પદે અશોકભાઈ પી. વરાણીયા, મહામંત્રી ગૌતમભાઈ કે. હડીયલ, ઉપપ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ અને દેવાભાઈ બી. ખાંભરા, મંત્રી પદે દ્વારકેશભાઈ કુંભારવાડીયા, વિશાલભાઈ બી. કનોજીયા, મહેશભાઈ એચ. સાપરીયા અને રવિભાઈ વી. પાંચીયા તો કોષાધ્યક્ષમાં પ્રતાપભાઈ લાલવાણીની વરણી કરાઇ છે.

મોરબી તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચોમાં પ્રમુખ હસમુખભાઈ ખરા, મહામંત્રી ભાવેશભાઈ પરમાર, ઉપપ્રમુખમાં જયંતિભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ મુછડીયા, મંત્રી પદે જૈનીશભાઈ મકવાણા, અનિલભાઈ એન. ધોળકીયા, અનિલભાઈ પરમાર અને નિલેશભાઈ સોલંકી તેમજ કોષાધ્યક્ષમાં કિશોરભાઈ પરમારની વરણી કરેલ છે જયારે મોરબી તાલુકા ભાજપ મહિલા મોરચોમાં પ્રમુખ પદે પ્રફુલ્લાબેન મેરજા, મહામંત્રી મધુબેન એ. કાવર, ઉપપ્રમુખમાં સરલાબેન એસ.ઘેટીયા અને ભાવનાબેન સીચણદા તેમજ મંત્રીમાં ભાનુબેન પી. ભુત, પ્રફુલ્લાબેન વાધડીયા, દક્ષાબેન જે. સંઘાણી અને મમતાબેન એસ. અઘારા તેમજ કોષાધ્યક્ષમાં નિતાબેન એચ. ડાકાની વરણી કરેલ છે.

ટંકારા તાલુકા ભાજપ યુવા મોરચાના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે હસમુખભાઈ હેમતભાઈ દુબરીયા, મહામંત્રી પદે ધર્મરાજસિંહ બલભદ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ પદે ભાવેશભાઈ દિનેશભાઈ ટાંક અને વ્રજલાલ નંદલાલ સવસાણી, મંત્રી પદે પ્રતિકભાઈ શશીકાંતભાઈ આચાર્ય, ભુપતભાઈ મનસુખભાઈ સોજીત્રા, પ્રિયેશભાઈ પ્રમોદભાઈ સંઘાણી અને બીપિનભાઈ કરશનભાઈ ભોરણીયા તો કોષાધ્યક્ષમાં પરેશભાઈ માત્રાભાઈ ઝાપડાની વરણી કરેલ છે તેવું ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ એસ. અંદરપાએ જણાવ્યુ છે.






Latest News