મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાએ માવતરમાં દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીમાં પરિણીતાએ માવતરમાં દવા પી લેતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર માવતરને ત્યાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડાઈ હતી.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મેઘાણીની વાડી વિસ્તારમાં રહેતા જસવંતીબેન દેવરાજભાઈ ડાભી નામની ૨૮ વર્ષીય પરિણીતાએ તેના માવતરમાં કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ બનાવના કારણ સંદર્ભે વધુ તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક વોર્ડન ઇજાગ્રસ્ત

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સમજુબેન હિંમતભાઈ અગેચાણીયા નામના ૪૦ વર્ષના મહિલાને તા.૮ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ એચડીએફસી બેંક પાસેના ટ્રાફિક પોઇન્ટ ઉપર કામ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા એકટીવા ચાલકે તેઓને હડફેટે લીધા હતા.જેથી ઈજા પામેલ સમજુબેન અગેચાણીયાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હાલ હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરાયેલ છે.

ઝેરી દવા પીધી

મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા રેખાબેન અમિતભાઈ નાયક (૨૫) નામની મહિલા ટીંબા વાડી મેલડી માતાજી મંદિર પાસે રામજી બાપાની વાડીએ હતી ત્યારે ત્યાં કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો હોવાનું તથા તેને બે સંતાન હોવાનું જાણવા મળ્યું છે જો કે, તેને કયા કારણોસર દવા પીધી હતી તે દિશામાં તપાસ ચાલુ છે અને આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News