સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબી સામાજિક સમરસતા મંચ તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સન્માન સમારોહનું આયોજન


SHARE









મોરબી સામાજિક સમરસતા મંચ તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સન્માન સમારોહનું આયોજન

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા "માનવ સેવા એજ પ્રભુ સેવા" એ સૂત્ર ને સાર્થક કરી દેશ બાંધવોની નિસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા સૌનો આ સેવા યજ્ઞ હરહંમેશ પ્રજવલિત રહે તેવા શુભ આશયથી સામાજિક સમરસતા મંચ-મોરબી તથા ડો. હેડગેવાર  સ્મારક સમિતિ- મોરબી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કર્મી પરિવારજનોના બાળકો તથા સ્વચ્છતા કર્મી બંધુઓ ને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ સન્માન સમારોહ તા.૧૩/૧ ને શનિવારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી મોરબી નગરપાલિકા કોમ્યુનિટી હોલ, સરદાર બાગ પાછળ, બ્રહ્માકુમારી ભવનની બાજુમાં,શનાળા રોડ,મોરબી ખાતે યોજાશે આ સમારોહમાં જતીનભાઈ નાણાવટી (સંયોજક -સૌરાષ્ટ્ર પ્રાંત, સામાજિક સમરસતા મંચ)નું પ્રેરક ઉદબોધન તથા આશિર્વચન કરશનદાસ બાપુ (કબીર આશ્રમ- રોહીદાસપરા) દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દિપકભાઈ ઢોલ સાહેબ (પી.આઈ. એલ.સી.બી- મોરબી) ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં પ્રવિણભાઈ ધોળકીયા (પ્રમુખ ડો હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટ), વિપુલભાઈ અઘારા (મંત્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટ) ઉપસ્થિત રહેશે એમ દિનેશભાઇ વિડજા (સંયોજક મોરબી જિલ્લા- સામાજિક સમરસતા)ની યાદીમાં જણાવેલ છે.




Latest News