ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !


SHARE









મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !

મોરબીમાં કપડા લેવાની માતા પિતાએ ના પાડતા ઘરેથી કહ્યા વગર સગીરા નીકળી ગયેલ હતી અને તે સગીરાનુ પરિવાર સાથે ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું છે.

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા પાસે ગયા હતા અને સગીરાને સાંત્વના આપીને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સગીરાએ જણાવેલ હતું કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જો કે, હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેવું કહ્યું હતું ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને બોલાવેલ હતા અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ હતી અત્રે ઉલેખનીય છે કે, માતા અને પિતાએ તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગઈ હતી જો કે, ૧૮૧ ની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.




Latest News