મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી કન્યા છાત્રાલયમાં સાંસદ-ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી કન્યા છાત્રાલયમાં સાંસદ-ધારાસભ્ય અને માજી મંત્રીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય ખાતે કલરવ-૨૦૨૪ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અરવિંદભાઇ (ફિલ્ડ માર્શલ-રાજકોટ) સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત જુદા જુદા સરકારી વિભાગોની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓની સમક્ષ કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા કુલ મળીને ૩૬ જેટલા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને પ્રાધાન્ય મળે તે પ્રકારની કૃતિઓ દીકરીઓ દ્વારા તૈયાર કરીને રજૂ કરવામાં આવી હતી જેમાં રાસ ગરબા, નવદુર્ગા રાસ, ખેડૂતોની વ્યથા, મોબાઈલનું દૂષણ, હનુમાન ચાલીસા અને રામ મંદિર વિગેરે વિષયોને આવરી લઈને દીકરીઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી અને એક થી એક ચડિયાતી કૃતિ જોઇને કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીનીઓ તેમજ તેના વાલીઓ સહિતના મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ બેચરભાઈ કાનજીભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ શિવલાલભાઈ ફેફર, ગોપાલભાઈ માવજીભાઈ ઝાલરીયા, કિશોરભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી એ.કે. પટેલ અને તેઓની ટીમના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા અને વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સંસ્થામાં અભ્યાસ કરતી ૬,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓ તેમજ તેઓના પરિવારજનો હાજર રહ્યા હતા અને કલરવ-૨૦૨૪ કાર્યક્રમને માણ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય ખાતે શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ, શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, શ્રીમતી આર.ઓ. પટેલ વિમન્સ કોલેજ, શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ બી.એડ. કોલેજ કન્યા વિદ્યાલય, શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય અને પાટીદાર કરિયર એકેડમી હાલમાં કાર્યરત છે જેમાં વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવી રહી છે અને વધુમાં આ સંસ્થાના ટ્રસ્ટી એ.કે. પટેલ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ જુદા જુદા વિભાગની વાર્ષિક પરીક્ષામાં કન્યા છાત્રાલયમાં ચાલતા અભ્યાસક્રમોમાંથી ૪૩ જેટલી વિદ્યાર્થીનીઓ જુદા જુદા વિભાગમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે જે સંસ્થા માટે ગૌરવની વાત છે






Latest News