મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થિનીઓ દ્વારા કન્યા શાળામાં આનંદ મેળા યોજાયો


SHARE









માળિયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થિનીઓ દ્વારા કન્યા શાળામાં આનંદ મેળા યોજાયો

માળિયા મિયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, ચણા મસાલા, મસાલા સેન્ડવિચ, મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિરનાં પ્રદીપભાઈએ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખાસ મુલાકાત લઈ બાળાઓ નો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ હતો આ ઉપરાંત સ્થાનિક લોકો તથા શ્રી વવાણીયા કુમાર શાળાનાં બાળકો, શ્રી લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકો, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિર તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં બાળકોએ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધારેલ હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો જે ઘણેખરે અંશે સિદ્ધ થયો હતો




Latest News