મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થિનીઓ દ્વારા કન્યા શાળામાં આનંદ મેળા યોજાયો


SHARE





માળિયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થિનીઓ દ્વારા કન્યા શાળામાં આનંદ મેળા યોજાયો

માળિયા મિયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, ચણા મસાલામસાલા સેન્ડવિચ, મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિરનાં પ્રદીપભાઈએ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખાસ મુલાકાત લઈ બાળાઓ નો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ હતો આ ઉપરાંત સ્થાનિક લોકો તથા શ્રી વવાણીયા કુમાર શાળાનાં બાળકો, શ્રી લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકો, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિર તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં બાળકોએ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધારેલ હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો જે ઘણેખરે અંશે સિદ્ધ થયો હતો




Latest News