ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણ મુસાફરોને ઈજા


SHARE









મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણ મુસાફરોને ઈજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તા.૧૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રીક્ષાને પાછળના ભાગેથી ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રીક્ષામાં બેઠેલા મુસાફર એવા નરેશભાઇ રામજીભાઈ પાલ (ઉંમર ૩૫) રહે.મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ વાળાને ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જ આવેલા જાંબુડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભુરાલાલ લાલજીભાઇ ગરાસીયા (ઉંમર ૧૮) અને સુમિત્રાબેન ભૂરાલાલ (ઉંમર ૧૮) ને પણ ઇજાઓ પહોંચી હતી જેથી ત્રણેયને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી.

બાળકી સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે વિજયનગર વિસ્તારમાં રહેતા પરિવારની આરતીબેન સંજયભાઈ ભરવાડીયા નામની નવ વર્ષની બાળકીને ઇલેક્ટ્રીક શોટ લાગતા અહિંની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.ઉપરોક્ત બાબતે વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી-નીચી માંડલ ગામની વચ્ચે કચરો વીણવાનું કામ કરતા સમયે ઇલેક્ટ્રીક વીજ વાયરને અડી જતા શોટ લાગવાથી ભારતીબેન ભરવાડીયા નામની નવ વર્ષની બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી આ બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણી દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરાઈ છે અને આ દિશામાં તેઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે કોઈ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં રોહિતભાઈ ભીખાભાઈ તન્ના (ઉંમર ૩૩) રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા અગાઉ થયેલ મારામારીના બનાવમાં સંડોવાયેલા જતીન કાનજીભાઈ મુછડીયા (ઉંમર ૨૧) રહે.નજરબાગ પાછળ જીવરાજપાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News