ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વિરપર ગામે આજે રાતે રામા મંડળ, સોમવારે મહેન્દ્રનગર ગામે શ્યામ મહોત્સવ યોજાશે


SHARE









મોરબીના વિરપર ગામે આજે રાતે રામા મંડળ, સોમવારે મહેન્દ્રનગર ગામે શ્યામ મહોત્સવ યોજાશે
 
મોરબીમાં ટંકારા તાલુકાના વીરપર ગામે આજે રાત્રિના નવેક વાગ્યે પીઠળના પ્રખ્યાત રામા મંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તે રીતે જ આગામી તા.૧૫ ને સોમવારના રોજ મહેન્દ્રનગર ગામે રાજસ્થાની પરિવારો તથા અન્ય દ્વારા આયોજિત શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્યામ મનોહર મહોત્સવનું આયોજન કરાયેલ છે.
 
ટંકારાના વીરપર ગામે પીઠડનું પ્રખ્યાત રામા મંડળ રમશે
 
ટંકારાના વીરપર ગામે નવા પ્લોટમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે આજે તા. ૧૩ ને શનિવારે રાત્રે ૯ કલાકે પીઠડનું પ્રખ્યાત રામા મંડળ રમશે.પીઠડનું પ્રખ્યાત રામા મંડળનો કાર્યક્રમ હોય મોરબીવાસીઓને લાભ લેવા આયોજક કચરાભાઈ લખમણભાઈ ગામી અને મહેશભાઈ લખમણભાઈ ગામીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

મહેન્દ્રનગર ચોકડી ખાતે શ્યામ મહોત્સવ યોજાશે

મોરબીના મહેન્દ્રનગર ગામે આગામી સોમવારને ૧૫ જાન્યુઆરીના રોજ શ્યામ મનોહર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ ભક્તીને ઉજાગર કરતા આ મહોત્વમાં કૃષ્ણ ભજન-કિર્તન થશે.આયોજક એવા મોરબીના શ્યામ મિત્ર મંડળ અને શ્યામ ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી તા.૧૫ જાન્યુઆરીના રોજ સાંજે છ વાગ્યાથી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા સીએનજી પંપ નજીક શ્યામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સાંજે ભવ્ય દરબાર, અખંડ જ્યોત, અલૌકિક શૃંગાર, છપ્પન ભોગ અને ફૂલોની હોળી તેમજ રાત્રીના નવ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે..જે બાદ ભજન સંધ્યા યોજાશે.જેમાં મુંબઈના જાણીતા ભજનિક નમ્રતા કારવી, બિકાનેરના ઓમ રાઠવા અને રાજસ્થાનના ભગવંત સુથાર ભજનની જમાવટ કરશે.જેથી જીલ્લાનૂ ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

માણેકવાડા પ્રાથમિક શાળામાં સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ

પૂજ્ય સ્વામી વિવકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આજે શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન પ્રસંગો બાળકો સમક્ષ મુકવામાં આવ્યા.તેમજ વિવેકાનંદજીના વિચારો સૌનાં જીવનમાં વિહરે તે માટે સૌ એ કટિબદ્ધતા દર્શાવી હતી બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતી ઉજવી હતી.



Latest News