ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાસી મકરસંક્રાંતિની ઉજવણી માટે સોમવારે રજા જાહેર કરાઇ


SHARE









મોરબી જીલ્લામાં વાસી મકરસંક્રાંતિની ઉજવણી માટે સોમવારે રજા જાહેર કરાઇ

મકરસંક્રાંતિએ બાળકો અને શિક્ષકોને જલસા પડી જવાના છે કેમ કે મોરબી જીલ્લામાં શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારના દિવસે વાસી મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં માટે રજા જાહેર કરવામાં આવી છે અને તેનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે

મકરસંક્રાંતિએ નાના મોટા સૌ માટે અગત્યનો અને ઉલ્લાસથી ઉજવવાનો તહેવાર છે બાળકોથી માંડીને મોટા સૌ મકરસંક્રાંતિની સાથે સાથે મકરસંક્રાંતિ પછીનો વાસી ઉતરાયણનો દિવસ પણ ઉમંગભેર ઉજવતા હોય છે. શિક્ષણની જેમ ઉત્સવોનું પણ જીવનમાં અનેરુ મહત્વ હોય છે. એ વાતને ધ્યાને રાખીને આ વખતે મકરસંક્રાંતિ રવિવારના દિવસે હોય પછીનો સોમવારનો દિવસ ચાલુ દિવસ હોય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સારી રીતે તહેવારને માણી તેમજ ઉજવી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા દ્વારા તેમને ધી બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ -૧૯૪૯, નિયમ-૧૨૫(૪),(૫) અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ૧૫/૧/૨૦૨૪ ને સોમવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર કરી  રજા જાહેર કરેલ છે




Latest News