મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને ના કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને ના કરવાનું કરી નાખ્યું

મોરબી શહેરના વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેથી આવેશમાં આવીને તે યુવાને વીડી વિસ્તારમાં બાવળના ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની તેના દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા હમીરભાઈ બાજુભાઈ લુવારીયા જાતે દેવીપુજક (૩૫)એ વીડી વિસ્તારમાં બાવળના ઝાડ સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની તેના ભાઈ મનસુખભાઈ બાજુભાઈ લુવારીયા જાતે દેવીપુજક (૩૦) રહે. હાલ માળિયા ફાટક પાસે સીએનજી પમ્પની બાજુમાં ઝૂપડામાં મોરબી મૂળ રહે પાલડી જીલ્લો ભાવનગર વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના ભાઈના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. હાલમાં આપઘાતના આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને ઘરે તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેને આવેશમાં આવીને આ પગલું ભરી લીધું હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બટુકભાઈ બોસિયા (૩૩) નામનો યુવાન રિક્ષામાં કંડલા બાયપાસ રોડ ઉપર જઈ રહ્યો હતો અને ત્યાં રોડ ક્રોસ કરતાં સમયે બોલેરો ગાડીના ચાલાકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે




Latest News