મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભમાશાઓને સલામ: ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું ૫૮.૫૦ લાખથી વધુનું દાન


SHARE









મોરબીના ભમાશાઓને સલામ: ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું ૫૮.૫૦ લાખથી વધુનું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવી રહ્યું છે તો પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડે છે તેવી જ રીતે પાંજરાપોળમાં ગૌસેવા માટે મોરબીના દાતાઓ વરસી ગયા હતા જેથી કરીને ૫૮.૫૦ લાખથી વધુનું દાન આવ્યું છે

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે

આજની તારીખે ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં ૪૨ જેટલા સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૫૮.૫૦ લાખથી વધુ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે

અત્રે ઉલેખનીય છે કે, ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગઇકાલે મકરસંક્રતિના દિવસે સંસ્થાના ટ્રસ્ટી વેલજીભાઇ ઉઘરેજા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સમાજિક આગેવાન હાજર રહ્યા હતા અને ગૌસેવાના કામ માટે વધુમાં વધુ દાન એકત્રિત કરવા માટે દાતાઓને અપીલ કરી હતી




Latest News