મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત


SHARE









મોરબીમાં પતંગની દોરીથી ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ: ૮ જેટલા પક્ષીના મોત

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ૧૩૦ થી વધુ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે પૈકીના ૮ પક્ષીઓને વધુ ઇજા થયેલ હોવાથી સારવારમાં તેના મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપીને સાજા કરવામાં આવ્યા હતા

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત ૧૩૦ થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ બંને સંસ્થાને આવ્યા હતા અને તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૮ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે સરકારી તંત્ર અને સંસ્થાને મોરબીના લોકો તરફથી સહકાર આપવામાં આવે તો અબોલ જીવની વધુ સારી રીતે સેવા કરી શકાય તેમ છે




Latest News