મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ગાળાના પાટીયા પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબી નજીક ગાળાના પાટીયા પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના બાઈકને આઇસર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભત્રીજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કિટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડ (૩૩)એ હાલમાં આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા તેઓના કાકા ભાનુભાઈ જસાભાઇ રાઠોડ (૪૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૧૨૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આઇસરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના કાકાને ડાબા પગ, ડાબા હાથ, માથા તથા મોઢાના ભાગે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની ઈજાગ્રસ્ત યુવાનના ભત્રીજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઇસર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News