મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે પંચ દિવસ રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા ૨૨ ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરમાં  તા. ૧૬ થી ૨૦ જાન્યુઆરી  દરમિયાન પાંચ દિવસીય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ સભા, પૂજિત અક્ષત કળશનું સ્વાગત, શ્રીરામ ભગવાન વિશે વક્તવ્ય, ગીત, ધૂન, રામચરિત માનસ પાઠ, વિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થ, પ્રેઝન્ટેશન, ભરતનાટ્યમ કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણ, દીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વગેરે કાર્યક્રમ યોજાશે

ચિત્રા હનુમાનજી ધુન મંડળ

મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે  દાન પુણ્યનું ખુબ જ મહત્વ હોય છે તે અંતર્ગત મોરબી પાંજરાપોળની ૪૫૦૦ ગાયોના નિભાવ માટે ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાયોના ઘાસચારા અને તેમના નિભાવ માટે શનાળા રોડ પર આવેલા સોમનાથ માર્કેટ પાસે મોરબી પાંજરાપોળનો સ્ટોલ ઊભો કરવામાં આવેલ હતો ત્યાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો દ્વારા સેવા આપવામાં આવેલ હતી જેમાં ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કડીવાર, વસંતભાઈ માકાસણા, લાયન્સ કલબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પૂર્વ પ્રમુખ એ.એસ. સુરાણી, અમરશીભાઈ અમૃતિયા, નાનજીભાઈ મોરડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા સેવાભાવી સભ્યો ગોરધનભાઈ અને ઓધવજીભાઈ ભાડજાએ સેવા આપી હતી અને આ સ્ટોલ ઉપરથી ૮૭,૬૬૮ નું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું 




Latest News