મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં ભાજપના આગેવાન સહિત ત્રણ આરોપીની ધરપકડ


SHARE









મોરબી જીલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં ભાજપના આગેવાન સહિત ત્રણ આરોપીની ધરપકડ

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભાજપના આગેવાન સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે જો કે, આ ગુનામાં હજુ પણ પાટીદાર આગેવાનના દીકરાની ધરપકડ કરવાની બાકી છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે જો કે, આ ગુનામાં હજુ પણ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ વાસજાળિયાના દીકરા અમરશીભાઈ જેરામભાઈ પટેલને પકડવાના બાકી છે 




Latest News