મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી કાંડમાં જેલમાં રહેલ રાણીબા તેમજ રાજ પટેલના જામીન મંજુર


SHARE









મોરબીમાં મારામારી કાંડમાં જેલમાં રહેલ રાણીબા તેમજ રાજ પટેલના જામીન મંજુર

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કોમ્પલેક્ષની છત ઉપર લઈ જઈને પગાર મુદ્દે માર માર સબબ યુવાને કરેલ ફરિયાદમાં અંતે જેલમાં રહેલ મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ તેમજ રાજ પટેલના કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીમાં રવાપર ચોકડીએ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે ગયેલા યુવાનને માર મારવામાં આવ્યો હતો તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું.જે અંગે થયેલ ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી અગાઉ ક્રમશ: છ આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને તે તમામના જામીન મંજુર થતા જેલ મુકત કરાયા હતા.જોકે રાણીબા સહિત બે આરોપીઓ જેલમાં બંધ હતા તે બંને માટે જામીન અરજી મુકાતા આજે કોર્ટ દ્રારા રાણીબા ઉર્ફે વિભુતી પટેલ તેમજ રાજ પટેલને પણ જામીન મુકત કરવા હુકમ કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર માટે ઓફિસે બોલાવ્યો હતો અને ત્યાં તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા દરમ્યાન આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓ જામીન મુક્ત થયેલ બાદમાં કોર્ટમાં ઓમ અને પરીક્ષિત ભગલાણીની તેઓના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ) મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને બંને આરોપીને જામીન ઉપર છોડવા હુકમ થયો હતો.તે સમયે ફરીયાદીએ આ આરોપીઓને જામીન મળે તો વાંધો નથી તેવુ દર્શાવ્યુ હતુ.

વધુમાં મળતી માહિતી મુજબ આજરોજ ઉપરોકત કેસની મુદતે હતી જેમા મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ માટે જામીન અરજી કરાઇ હતી જેની સામે ફરીયાદી પક્ષે મુખ્ય આરોપીઓ હોય જામીન આપવા સામે વાંધા રજુ કર્યા હતા જોકે કોર્ટ દ્રારા પેરીટી ઓફ લો ના નિયમ મુજબ આ બંને આરોપીઓ એટલે કે રાણીબા ઉર્ફે વિભુતી પટેલ તેમજ રાજ પટેલની જેલ મુકતી માટે કરાયેલ અરજીની સુનવણીમાં બંનેને જામી નમુકત કરાયા હોવાની હાલ માહિતી મળી રહેલ છે.આમ મોરબીમાં પગાર માટે યુવાનને માર મારવાના રાણીબાના ચકચારી કેસના મામલામાં વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજ પટેલ નામના બંને આરોપીઓના પણ મોરબીની કોર્ટે હાલમાં જામીન મંજૂર કર્યા છે.અગાઉ ફરિયાદી યુવાને આરોપીઓને જામીન મળે તો વાંધો નથી તેવી રજૂઆત કરી હતી.તેમજ ક્રમશઃ છ આરોપીઓને જામીન મળ્યા હતા અને હાલ ફરીયાદી પક્ષે વાંધા રજુ કર્યા હતા છતાં કોર્ટે બાકી રહેલા બંનેને પણ પેરીટી ઓફ લો મુજબ જામીન આપતા હાલ આ કેસના તમામ આરોપીઓ હાલ જામીન મુક્ત થયા છે. આ કેસમાં આરોપી પક્ષેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા), રવિભાઇ ફુલચરીયા, મહેનાઝબેન પરમાર તેમજ નિરાલી ભટ્ટ રોકાયા હતા.




Latest News