મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો


SHARE









હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો

હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે ત્રણ સગા ભાઇઓની ઉપર મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને હાલમાં ઇજા પામેલા યુવાને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮) તેના ભાઈ જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા (૨૬) અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૪) ઉપર હળવદના ગોરી દરવાજા પાસે મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય ભાઈઓને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮)નું મોત નીપજયું હતું અને તેના ભાઈ હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રાને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા દ્વારા નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમારમ સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નટુભાઇએ તેના ભાઈ રવિભાઈ સોનાગ્રા સાથે સેંટિંગના કામ બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ ત્યાંથી તે જતો રહ્યો હતો અને ત્યાર પછી હાથમાં લોખંડના સળિયા અને ખાંપરી લઈને ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે રવિભાઈ અને હિરેનભાઈ સાથે ઝઘડો કરીને ગાળી આપી હતી અને લોખંડના સળિયા અને ખાંપરી વડે માર માર્યો હતો તેમજ નટુભાઇએ તેની પાસે રહેલ છરીના રવિભાઈ અને હિરેનભાઈને પીઠના ભાગે ઘા માર્યા હતા તેમજ ફરિયાદીને અન્ય બે આરોપીઓએ ખાંપરી અને સળિયા વડે માર માર્યો હતો જેથી કરીને હાલમાં જયદીપભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News