મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

એક શામ રામ કે નામ: મોરબીમાં કાલે સમસ્ત સનાતન હીન્દુ સમાજના આગેવાનો સહિતના લોકોની અગત્યની મિટિંગ


SHARE









એક શામ રામ કે નામ: મોરબીમાં કાલે સમસ્ત સનાતન હીન્દુ સમાજના આગેવાનો સહિતના લોકોની અગત્યની મિટિંગ

મોરબીમાં સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યાના લાઈવ ઓરકેસ્ટ્રા કાર્યક્રમનું મોરબીમાં આયોજન કરવામા આવ્યું છે જેના માટે મોરબીમાં કાલે તા.૧૯/૧ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે અગત્યની મીટીંગ રાખવામા આવેલ છે જેમાં હિન્દુ સમાજના લોકોને હાજર રહેવા માટે આહવાન કર્યું છે

આગામી તા ૨૨ ના રોજ અયોધ્યામાં રામમંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે આ શુભ દીવસની પૂર્વ સંધ્યાએ મોરબીના લોકોની ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાનમાં આ ભવ્ય મહોત્સવમાં ભક્તિમય થવા માટે મોરબીવાસીઓમાં આનંદોત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે તા.૨૧/૧ ને રવિવારના રોજ સાંજે  ૮:૩૦ ગ્યે મોરબીના નગર દરવાજા ચોકમાં "એક શામ રામ કે નામ”  લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે એક અગત્યની મીટીંગ તા ૧૯/૧ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાખેલ છે. ત્યારે સમગ્ર હીન્દુ સંગઠનોના આગેવાનો, હોદેદારો, પત્રકાર મિત્રો, દરેક સમાજના પ્રમુખ સહિતના હોદેદારો ધાર્મિક સંગઠનના આગેવાનો, વેપારી એસોશીએશનના આગેવાનો, સેવાકીય સંસ્થાના સંચાલકો, વિવિધ જ્ઞાતિના સેવાકીય મંડળ (યુવક મંડળ), ગણેશ ઉત્સવ સમિતિ, ગરબી મંડળના આયોજકો, મોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદીરોના પુજારી, ટ્રસ્ટીઓ, ધુનમંડળના સભ્યો સહિતના લોકોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમ માટે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એસોશીએશન  પાસેથી સહયોગ નિધી અસ્વીકર્યા છે એટ્લે કે કોઈ ફાળો લેવાનો નથી  વધુ માહિતી માટે પુષ્પરાજસિંહ જાડેજા (૯૩૦૪૧૭૭૭૭૭) અને ભાવેશભાઈ દોશી (૯૪૨૬૯૪૨૪૪૯)નો સંપર્ક કરવા જણાવ્યુ છે

નાની વાવડી ગામે આયોજન

અયોધ્યામાંશ્રી રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે ત્યારે આગામી તા ૨૨ ના રોજ મોરબીના નાનીવાવડી ગામમાં નકલંક ધામ રામદેવ પીરના મંદિરે  વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં સવારે રામ નામ જપ, બપોર પછી સુંદરકાંડ  અને રાત્રે ધૂન ભજન જેવા કાર્યક્રમો રાખવામા આવેલ છે ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં એક  મોરપીંછ રૂપી છોગુ  ઉમેરી સહભાગી થવાના હેતુથી આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેમાં ગામના લોકોને સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે




Latest News