મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ કેસમાં છોડવાના થયેલ ખર્ચ બાબતે માંગણી કરતા યુવાન ઉપર ચાર લોકોનો હુમલો..!


SHARE









મોરબીમાં પોલીસ કેસમાં છોડવાના થયેલ ખર્ચ બાબતે માંગણી કરતા યુવાન ઉપર ચાર લોકોનો હુમલો..!

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા યુવાન ઉપર ચાર ઇસમોએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો જે બાબતે ભોગ બનેલ યુવાનને સારવારમાં ખસેડાયા બાદ તેણે ફરિયાદ નોંધાવતા હાલ ચાર સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયાના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા દિનેશભાઈ ધીરૂભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક નામના ૨૦ વર્ષના યુવાન ઉપર ચાર લોકોએ તા.૧૬ ના રોજ બપોરના બારેક વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હોવાના લીધે દિનેશ દેલવાણીયાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પોલીસ મથકે જાણ થતા બીટ વિસ્તારના જમાદાર પી.બી.ઝાલા તપાસ માટે ગયા હતા.જેમાં દિનેશભાઈએ બુડિયો, હકુડો, પ્રવીણ અને પકો રહે.બધા ભીમસર વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, ફરિયાદી દિનેશભાઈના ભાઈ અશોકભાઈ અને સામેવાળાઓ ઉપર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો નોંધાયો હતો અને પકડવામાં આવ્યા હતા.જેમાં છોડાવવા માટે જે ખર્ચ થયો હતો તે ખર્ચ ફરિયાદીના પિતાએ આપેલો હોય ફરિયાદીના ભાઈ અશોકભાઇએ ભાગે પડતો ખર્ચ સામેવાળાઓની પાસે માગ્યો હતો જેનો રોષ રાખીને ઉપરોકત ચારેયે દિનેશભાઈના ઘરે આવીને ઢીકાપાટુ વડે મારામારી કરી હતી આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવતી સારવારમાં

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નજીકની ખજૂરાહો હોટલ નજીક રહેતી અંસીબેન રાજકુમાર મેઘવાળ નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર ફટકડીની ગોળીઓ ખાઈ ગઈ હતી.જેના લીધે અસર થતા તેને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ આ બાબતે આગળની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર આવેલ ડીકે પાન પાસેથી બાઈક લઈને જઈ રહેલ જયરાજભાઈ માનુભાઈ સોઢા (ઉમર ૨૧) રહે.પીપાવા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાના બાઈકને પાછળના ભાગેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવ સર્જાયો હતો જેમાં જયરાજભાઇ સોઢાને ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા આ બાબતે વધુ તપાસ શરૂ કરાઈ હતી.




Latest News