મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા CAREER EXPO-2024 નું આયોજન


SHARE









મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા CAREER EXPO-2024 નું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણાથી CAREER EXPO-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી.જી.પટેલ કોલેજના કોમર્સ અને મેનેજમેંટ ફેકલ્ટીના  વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ લાંબા સમયની જહેમત બાદ MARKETING & SALES, TOURISM & HOTEL MANAGEMENT, AGRICULTURE EXIM, MBA, EVENT MANAGEMENT, YOGA & PHYSICAL WELLNESS, MUSIC, STOCK MAREKT વગેરે જેવા સાંપ્રત અને કારકિર્દીલક્ષી વિષયો પર આજના કોમર્સ ક્ષેત્રના વિધાર્થીઓ કઈ રીતે ઉચ્ચ કારકિર્દી ઘડતર કરી શકે છે તે અંગે વિગતવાર અને માહિતીસભર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા. મોરબી જીલ્લાના વિધાર્થીઓએ ખુબ જ મોટી સંખ્યામાં આ એક્સપોની મુલાકાત લીધી હતી અને પોતાની મનપસંદ કારકિર્દી ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી આ કાર્યક્રમે સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી તેમજ સમગ્ર આયોજન દરમિયાન કોલેજ સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપવા માટે કોલેજના  વિધાર્થીઓ પણ સ્વયંસેવક તરીકે જોડાયા હતા.




Latest News