ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યાં લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આપેલું આયુષ્યમાન કાર્ડ એ એક ચેક જેવું જ છે. આકસ્મિક સમયે જરૂર પડ્યે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની યોજનાઓથી સમાજ સલામત, સુરક્ષિત અને પગભર બની રહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી જ આંગણવાડી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળક સુપોષિત બને તેમજ માતાનું આરોગ્ય પણ સારું બની રહે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે લીંબાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, ખેતીવાડી તેમજ લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ હરુભા ઝાલા, તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન જીજ્ઞાશાબેન, ગાંડાભાઈ મેર, ગામનાં સરપંચ મરિયમબેન ચારોલિયા તેમજ ગ્રામજનો જોડાયા હતા.




Latest News