મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ


SHARE







મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ

વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોના આત્માને શાંતિ માટે મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દ્વારા બાર રૂમમાં પ્રાર્થના સભા રાખવામા આવી હતી અને નવી બોડીને આવકાર અને જૂની બોડીને વિદાય માટે જે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ કરવામાં આવેલ છે

વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનાથી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને તમામ વકીલઓએ ઘેરા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરેલ છે અને આ દુર્ઘટનામાં અવશાન પામેલ આત્માઓને ભગવાન શાંતી અર્પે તેના માટે શાંતિ પ્રાર્થના સભા તા ૧૯ ના રોજ મોરબી બાર રૂમમાં રાખેલ હતી અને તા.૨૦ રોજ આગામી વર્ષ ૨૦૨૪ માટે નવા ચુંટાયેલા હોદેદારો માટે અભીવાદન તેમજ પુર્વ હોદેદારોની વિદાય પ્રસંગ અનુરૂ૫ સ્નેહમીલનનું તેમજ સ્વરૂચિ ભોજનનું આયોજન કરેલ હતુ જે પણ તાત્કાલીક અસરથી રદ કરેલ છે. તેમજ વડોદરાની હરણી તળાવની દુર્ઘટનામાં આરોપીઓને ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલઓએ વ્યક્ત કરી હતી તેવું પ્રમુખ દિલીપભાઈ આર.અગેચણીયા અને સેક્રેટરી વિજયકુમાર વી. શેરશિયાએ જણાવ્યુ છે






Latest News