મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE









મોરબી નજીકના ગાળા પાસે અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનના બાઈકને આઇસર ચાલકે હડફેટે લીધું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સર્કિટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડ (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા તેઓના કાકા ભાનુભાઈ જસાભાઇ રાઠોડ (૪૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૧૨૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આઇસરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના કાકાને ડાબા પગ, ડાબા હાથ, માથા તથા મોઢાના ભાગે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ભાનુભાઈ જસાભાઇ રાઠોડનું મોત નીપજયું છે હાલમાં આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને અગાઉ ઈજાગ્રસ્ત યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News