મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાં બે વ્યક્તિને બે શખ્સોએ દંડા વડે માર માર્યો: ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાં બે વ્યક્તિને બે શખ્સોએ દંડા વડે માર માર્યો: ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં કામ દરમિયાન બે શખ્સો દ્વારા દંડા વડે બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ બે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે એન્ટીક ટાઇલ્સમાં રહેતા નિમેશ પ્રેમશંકર પંડ્યા (૫૭) અને બરૂભાઈ રતનભાઇ મેડા (૪૩) નામના બે વ્યક્તિઓને મારવામાં આવ્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે નિમેષભાઈ અને બરૂભાઈ કારખાનામાં કામ કરી રહ્યા હતા દરમિયાન હરપ્રીતસિંગ અને સતનામસિંગ નામના બે વ્યક્તિઓ દ્વારા કોઈ કારણોસર તેને દંડા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ ચલાવી રહ્યા છે

દાઝી જતાં સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ પોલીટેકના કારખાનામાં રહેતા મુન્નાભાઈ લખમણભાઇ મેડા (૫૦) નામના આધેડને લેબર કવાર્ટરમાં હતા ત્યારે કોઈ કારણોસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી અસર

મોરબી તાલુકાના ચાચાપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી અર્જુન જગદીશભાઈ ચૌહાણ (૨૭) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે




Latest News