મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં કારસેવકોનું સન્માન કરાયું


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં કારસેવકોનું સન્માન કરાયું

ગઇકાલે સમગ્ર દેશ રામમય બની ગયો હતો અને ઠેર-ઠેર તોરણ લગાવીને, રંગોળી કરીને, ફટાકડા ફોડીને રામલ્લાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યની હાજરીમાં ૧૯૯૨ માં કાર સેવા કરવા ગયેલા કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અયોધ્યામાં કાર સેવા કરવા માટે મોરબીમાંથી ગયા હોય અને પ્રાણની આહુતિ આપી હોય તેવા કોઈ કારસેવક હોય તો તેના પરિવારને પરશુરામ ધામ મંદિર તરફથી એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવેલ છે

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને તેવામાં મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સાંજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું અને મહા આરતીમાં ૫૦૦ થી વધુ લોકો જોડાયા હતા તેમજ ૭૮૦૦ દિવડાથી આખા મંદિરને શણગારવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો. બી.કે. લહેરૂ, નલિનભાઈ ભટ્ટ, જગદીશભાઇ ઓઝા, નીરાજભાઈ ભટ્ટ, હંસાબેન ઠાકર, નરેન્દ્રભાઈ ઠાકર, ચિંતનભાઈ ભટ્ટ ધ્યાનેશભાઈ રાવલ, મનોજભાઇ પંડ્યા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા અને ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે વર્ષ ૧૯૯૨ માં અયોધ્યા ખાતે કાર સેવા કરવા માટે મોરબીમાંથી ગયેલા ૪૦ થી વધુ કાર સેવકોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને વધુમાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતું કે, અયોધ્યા ખાતે અગાઉ કાર સેવા કરવા માટે મોરબીથી ગયા હોય અને કોઈ પણ કાર સેવકે તેના પ્રાણની ત્યાં આહુતિ આપેલ હોય તો તેના પરિવારને પરશુરામ મંદિર તરફથી એક લાખ રૂપિયા આપવામાં આવશે 




Latest News