માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

ભુજના જીકડી ગામના ખેડૂત પુત્ર શિવમનું બ્રેન ડેડ થતા મોરબીમાં કર્યું અંગોનું દાન: ચાર લોકોની મળશે નવજીવન


SHARE











ભુજના જીકડી ગામના ખેડૂત પુત્ર શિવમનું બ્રેન ડેડ થતા મોરબીમાં કર્યું અંગોનું દાન: ચાર લોકોની મળશે નવજીવન

કચ્છ ના ભુજ તાલુકા ના જીકડી ગામે ખેડૂતના દીકરા શિવમ ની મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેસીયાલીટી  હોસ્પિટલ ખાતે મગજની ગાંઠની  સારવાર ચાલી રહી હતી અને તેનું બ્રેન ડેડ થતા ડોક્ટરો દ્વારા તેના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યું હતુ જેથી કરીને શિવમ સદાને મારે અમર રહે તેવી ભાવના સાથે શિવમના પરિવારે તેના આંગદાન માટે સમર્થન આપ્યું હતું  અને અંદાજે ચાર કલાકથી વધુની સર્જરી કરીને શિવમના શરીરમાંથી ચાર અંગો અન્ય લોકોને જીવાતદાન આપવામાં માટે લેવાં આવેલ છે અને મોરબીની અમદાવાસ સુધીનો સ્યેશિયલ કોરિડોર બનાવીને શિવમના અંગોને બાય રોડ અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ છે ત્યારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેસીયાલીટી  હોસ્પિટલ ખાતે શિવમ સદા અમર રહોના નારા સ્ટાફ સહિતના લોકોને લગાવ્યા હતા

એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે જેથી કરીને અંગદાન કરવા માટે લોકોને જાગૃત કરવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા પરિવારો પોતાના સ્વજનને કોઈપણ કારણોસર બ્રેન ડેડ થાય તો અંગદાન કરવા માટેનો નિર્ણય કરતાં હોય છે આવી જ રીતે કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામે રહેતા ખેડૂત રમેશભાઈ ખાસા જાતે આહીરના ૧૪ વર્ષના દીકરા શિવમ ખાસાના પરિવારને પણ સમજૂત કરવામાં આવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા અને આજે વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને સવારે નવ વાગ્યા સુધી સર્જરી કરીને શિવના જુદાજુદા ચાર અંગોને લઈને મોરબીથી ડોક્ટરની ટીમ સ્યેશિયલ કોરિડોર બનાવીને શિવમના અંગોને બાય રોડ અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવા માટે રવાના થયેલ છે અને આજે સનાજ સુધીમાં તેની બે કિડની, લીવર અને લંગ્સના લીધે ચાર વ્યક્તિઓને જીવતદાન મળશે તેવી ડોક્ટર પાસેથી જાણવા મળેલ છે

વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા આઠ દિવસથી શિવમની મગજની બીમારીના કારણે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પીસીયાલીટી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને તેની સારવાર ડૉ. મિલન મકવાણા, ડૉ. દર્શન પરમાર, ડૉ. અમિત ડોડીયા, ડૉ. નિમેશ જૈન, ડૉ. ઉત્તમ પેઢડિયા, ડૉ. વિજય મકવાણા સહિતના ડોકટરોની ટીમ કરી રહી હતી અને ડૉ. મિલન મકવાણા (ન્યુરો સર્જન) દ્વારા શિવમને બ્રેનડેડ જાહેર કરાતો હતો ત્યાર બાદ ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા , ડૉ અમિત ડોડીયાએ અંગો નું દાન કરવા માટે તેના પરિવારને માહિતી સમજાવી હતી ત્યારે શિવમના પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે અંગદાન કરવા માટેની સહમતી આપી હતી ત્યારે તેના રમેશભાઈ ગોપાલભાઈ ખાસા, માતા કંકુબેન રમેશભાઈ ખાસા, બહેન રીનાબેન, ભાઈ રિતેશભાઈ, માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ સહિતના હાજર રહ્યા હતા

સામાન્ય રીતે શરીરમાં રહેલા અંગોમાંથી કોઈ વ્યક્તિ નું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાંપેંક્રિયાઝ વગેરે નું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી બચાવી શકાય છે હાલમાં શિવમના શરીરમાંથી બે કિડની, લીવર અને લંગ્સ લેવામાં આવેલ છે જે જુદાજુદા ચાર વ્યક્તિને કામ આવશે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાંથી પ્રથમ શિવમભાઈનું બંને કિડનીનું દાન SOTTO ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસાં તથા લીવર નું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે જેમાં અંગોનું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ, ડૉ. હાર્દિક યાદવ, ડૉ. મહેશ બી એન, ડૉ. રીતેશ પટેલ સહિત ટીમના ડોકટરોએ જહેમત ઉઠાવી હતી અને આ કામ માટેનું સંકલન નીખીલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી પી.આઇ. વી.એમ.લગારિયાની ટીમ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ બાય રોડ અંગોને પહોચડ્યા છે

આ તકે ભુજ થી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ (દાદા), રાજકોટ થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ જયંતીભાઈ ભાડેસિયા, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડૉ. વિજયભાઈ ગઢિયા, આયુષ હોસ્પિટલના ડાયરેકટર ડૉ ચેતન અઘારા, આહીર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર, સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સહ હ્રદય સાંત્વના પાઠવી હતી






Latest News