મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું


SHARE









મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન કલેકટર જી.ટી. પંડ્યાએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પુરવઠા અધિકારી અને ઈન્ચાર્જ હળવદ પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News