મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા: ૨૫ હજારનો દંડ


SHARE









મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા: ૨૫ હજારનો દંડ

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે ઘર બહાર રમતી સાત વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચર્યું હતું તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીને કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા અને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા આરોપી મોહરસિંગ ઉર્ફે મામૂ જમુનાપ્રસાદ આદિવાસીએ વર્ષ ૨૦૧૯ માં ઘર બહાર રમતી સાત વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની ફરિયાદ આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલીલ ગયો હતો જેમાં ૧૬ મૌખિક અને ૨૭ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને સરકારી વકીલ નીરજ ડી. કારીયાની ધારદાર દલીલ સાંભળીને આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનનારને ચાર લાખ વળતર તેમજ આરોપી ભારે તો દંડના ૨૫ હજાર પણ તેને ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે




Latest News