મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામે દારૂની ૬૦ બોટલ સાથે ત્રણ ઈસમો પકડાયા, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE









મોરબીના ઊંચી માંડલ ગામે દારૂની ૬૦ બોટલ સાથે ત્રણ ઈસમો પકડાયા, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામે સ્મશાન નજીક મોડી રાત્રિના રેડ કરવામાં આવતા ત્યાંથી નાની-મોટી જુદીજુદી વિદેશી દારૂની ૬૦ બોટલો સાથે હાલમાં ત્રણ શખ્સો મળી આવતા ત્રણેયને પકડીને પ્રોહીબીશન એકટ હેઠળ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અને આ જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો..? તેમજ કોને વેચાણ કરાતો હતો..? તે દિશામાં આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવા તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના કેતનભાઇ અને  મળેલ બાતમીને આધારે મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ ગામે સ્મશાનની દિવાલ નજીક શંકાસ્પદ પ્રવૃતી દેખાતા ત્યાં પહોંચીને રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી વિદેશી દારૂની નાની મોટી જુદીજુદી બ્રાંડની ૬૦ બોટલો કિંમત રૂપિયા ૨૫,૯૮૦ નો જથ્થો મળી આવ્યો હતો અને સાથે સ્થળ ઉપરથી શક્તિસિંહ નીરૂભા ગોહિલ જાતે રજપૂત (૨૯) રહે.દેગામ પાટડી જી.સુરેન્દ્રનગર, હિતેન્દ્ર ખેતાભાઇ મકવાણા જાતે રજપુત (૨૪) રહે.જેતાણીયા વાસ ભીમાસર રાપર જી.કચ્છ અને જગદીશ ગોવિંદભાઇ મારૂ જાતે આહિર (૨૫) હાલ રહે.લાલજી કોમ્પલેક્ષ ઉંચી માંડલ હળવદ-મોરબી રોડ તા.જી.મોરબી વાળાઓ મળી આવ્યા હોય ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી અને ઉપરોક્ત દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા..? અને કેટલા સમયથી કોને કોને વેચાણ કરતા હતા..? તે દિશામાં હવે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવા દ્વારા આગળની તજવીજ શરૂ કરાઇ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક આવેલ પાટીદાર ટાઉનશિપમાં રહેતા વિમલબેન નારાયણભાઈ બાગડે નામના ૬૨ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે પાટીદાર ટાઉનશિપ નજીક તેઓ અકસ્માતે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાઇ હતી જેથી બીટ વિસ્તારના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરી તપાસ કરાઇ હતી.

યુવાન-સગીરા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ માટેલ રોડ ઉપર રહેતા રમેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ નામના ૪૭ વર્ષીય યુવાનને કોઈ ઝેરી જીવડું કરડી ગયું હતું જેથી ઢુવા ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતી સોનાલીબેન વજીરભાઈ અલી નામની ૧૫ વર્ષની સગીરાને ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરાઈ હતી.




Latest News