મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વંચિતો સુધી પહોચી જન કલ્યાણકારી યોજનાઓ: ૧.૬૧ લાખથી વધુ ગ્રામજનો બન્યા સહભાગી


SHARE







મોરબી જિલ્લામાં વંચિતો સુધી પહોચી જન કલ્યાણકારી યોજનાઓ: ૧.૬૧ લાખથી વધુ ગ્રામજનો બન્યા સહભાગી

સમગ્ર દેશની સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગુજરાત રાજ્ય પણ ખભે ખભો મીલાવીને આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંપન્ન કરી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ હેઠળ જિલ્લાના તમામ ગામડાઓના લોકોને આવરી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચીને તેમને યોજનાના લાભ આપવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી તે હેતુ મોરબી જિલ્લામાં ચરિતાર્થ થયો છે. મોરબી જિલ્લામાં ગામડે ગામડે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી સરકારની કલ્યાણકારી યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે

ભારતે સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી હતી. વંચિતો સુધી યોજનાઓના લાભ આ રથ થકી પહોંચે તેવા ઉમદા હેતુ સાથે ૧૫ નવેમ્બરથી દેશમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ૨૩ નવેમ્બરથી મોરબીના બંધુનગરથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે મહિના સુધી ચાલેલી આ યાત્રા દરમિયાન જિલ્લાની તમામ ૩૬૩ ગ્રામપંચાયતો સુધી પહોંચીને ૧,૬૧,૬૧૨ લોકોને આ યાત્રામાં સહભાગી બનાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં આ પ્રેરણાદાયી યાત્રા દરમિયાન ૯૯ હજારથી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે જ્યારે ૭૦ હજારથી વધુ લોકોની ટી.બી.ની તપાસ કરવામાં આવી છે.

સંકલ્પ યાત્રાનો મુખ્ય લક્ષ્ય યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડી સો ટકા લક્ષ્યાંક સાધવાનો છે. ત્યારે આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૨,૦૦૬ લાભાર્થીઓ તથા ૭,૮૨૭ લોકોને આયુષ્યમાન કાર્ડની યોજનાથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ ૧,૫૨૩ લાભાર્થીઓને આ યાત્રા દરમિયાન આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ ૩૬૩ ગ્રામ પંચાયતોમાં જલ જીવન મિશન, જન ધન યોજના, પી.એમ. કિશાન યોજના, ઓ.ડી.એફ. પ્લસ, જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનમાં ૧૦૦% સિદ્ધી હાંસલ કરવામાં આવી છે. જ્યારે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ ૩૬૦ ગ્રામ પંચાયતો ૧૦૦% સિદ્ધી હાંસલ કરી છે. આ યાત્રા દરમિયાન ૨,૭૪૮ જેટલા સફળ માહિલાઓ, વિદ્યાર્થીઓ, રમતવીરો, તેમજ સ્થાનિક કલા કારીગરોને સન્માનિત કરીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. 






Latest News