ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર, મહેન્દ્રનગર, મધુપુર, સનાળા અને હડમતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ


SHARE













મોરબી અને ટંકારા તાલુકા નહીં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર ભારતદેશની અંદર આન, બાન અને શાનથી તિરંગા ને ખુલ્લા આકાશમાં લહેરાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જો મોરબી તાલુકાની વાત કરીએ તો મોરબી તાલુકાના જેતપર ગામે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સી.એમ. જાકાસણીયા વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યના હસ્તે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને વિદ્યાર્થીઓ ગ્રામજનો અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સહિતનાઓ દ્વારા તિરંગા ને સલામી આપવામાં આવી હતી અને આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દેશના વિકાસમાં પ્રત્યેક નાગરિક પોતાની જવાબદારી સમજીને સહયોગી અને સહભાગી બને તેવી લાગણી વ્યક્ત કરી હતી

હડમતિયા એમ.એમ.ગાંધી વિધાલય

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી સરકારના પરિપત્ર મુજબ ગામની સૌથી વધુ અભ્યાસ કરેલી દિકરીના ખાખરીયા પ્રિયંકાબેન રમેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કુમારશાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, એમ. એમ. ગાંધી વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામભાઈ અઘારા, વાલીગણ, ત્રણે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ હાજર રહ્યા હતાઆ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન ખાખરીયા, એમ.એમ. ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, ટ્રસ્ટી સદસ્યોશ્રી લક્ષ્મણભાઈ સિણોજીયા, રતીલાલભાઈ ખાખરીયા, જીવણસિંહ ડોડીયા, ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, હસમુખભાઈ ખાખરીયા તેમજ પંચાયત સદસ્યોશ્રી હાજર રહ્યાં હતાં. વિધાર્થીઓ દ્વારા નાટક ભજવવામાં આવ્યા હતા તેમજ બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં

ખારીવાડી પ્રાથમિક શાળા

મોરબીના વોર્ડ નંબર ૧૧ વાવડી રોડ બાયપાસ ચોકડી ની બાજુમાં આવેલ શ્રી ખારીવાડી પ્રાથમિક શાળામાં ૭૫ માં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન અને ભાજપ શહેર કાર્યાલય મંત્રી માવજીભાઈ કંઝારીયા તથા એસ એમ સી અધ્યક્ષ રમેશભાઈ પરમાર તેમજ વસંતભાઈ કંઝારીયા ,પ્રભુભાઈ નકુમ અને એસ. એમ. સી. ના સભ્યો દ્વારા આ વર્ષ માં જન્મેલ દીકરીઓ અને તેના માતા પિતા નું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ વધુ ભણેલ દીકરી અલ્પાબેન ભવાનભાઈ કંઝારીયા જેઓ એ LLB કરેલ તેમના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને મહાનુ ભાવો દ્વારા પ્રમાણપત્ર આપી તેમને પ્રોસાહિત કરવામાં આવ્યા હતુ 

શિશુ મંદિર શાળા

આજે ૨૬ જાન્યુઆરી અને શુક્રવારે સરસ્વતી શિશુ મંદિર શકત સનાળા મુકામે ૭૫ મો ગણતંત્ર દિવસ ખૂબ ઉત્સાહ આનંદ અને શૌર્ય ભરી રીતે ઉજવાયો કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા ભારત માતા પૂજનથી થઈ ત્યારબાદ ધ્વજવંદન રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન વંદે માતરમ અને વિદ્યાર્થીઓ દ્વારા નારાઓનો ઉદઘોષ થયો મહેમાનોનું પરિચય અને સ્વાગત થયું હતુ. 75 માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મંગલમ હોસ્પિટલ ના ડોક્ટર દીપકભાઈ અઘારા કે જેઓ નેશનલ મેડીકલ ઓર્ગેનાઈઝેશન મોરબી જિલ્લાના મંત્રી છે તેમણે અતિથિ વિશેષ પદ શોભાવ્યું તેમણે પોતાના અતિથિ ઉદબોધનમાં જણાવ્યું કે આવનારો સમય ભારતનો છે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ભારતનું ભવિષ્ય છો. તમને જે વિષયમાં રુચિ હોય જેમ કે ભણવું ખેલકૂદ ચિત્ર સંગીત વગેરે જેવા વિષયમાં રુચિ હોય તે વિષયમાં ખૂબ મન લગાવીને ભણજો અને મોટા થઈને ભારત માતાની સેવા કરજો તેમણે પોતાના વક્તવ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ખુબ પ્રશંસા કરી વિદ્યાલયની વિદ્યાર્થીની ધ્યાનીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી વિદ્યાલયના આચાર્ય ધરતી બેન અઘારાએ મુખ્ય વક્તવ્ય માં જણાવ્યું કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે તેમણે બંધારણનો ઇતિહાસ બંધારણનું મહત્વ અને બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા હકો અને ફરજો ની માહિતી આપી હતી બાદમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય સ્વરૂપે રામાયણની પ્રસ્તુતિ થઈ અને ભગવાન શ્રીરામને લગતું શોર્ય ગીત અભિનય સાથે પ્રસ્તુત થયું હતુ આ કાર્યક્રમમાં વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર બાબુભાઈ અઘારા વિદ્યાલયના વ્યવસ્થાપકો વિજયભાઈ ગઢીયા દિપકભાઈ વડાલીયા પરેશભાઈ મોરડીયા તથા વિદ્યાલય ના નિયામક સુનિલભાઈ પરમાર ની પ્રેરક હાજરી હતી 

તક્ષશિલા વિદ્યાલય

તક્ષશિલા વિદ્યાલય-મહેન્દ્રનગર ના પટાંગણ માં ૭૫ માં પ્રજાસતાક પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સિરામિક એસોસિએશન ના પ્રમુખ હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને  સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં  શાળાના વિદ્યાર્થી દ્રારા સામાજીક, રાષ્ટ્રભક્તિ,અને ધાર્મિકતા સાથેના પ્રોગ્રામો રજૂ કર્યા હતા. અને વિશેષ માં  બાળકો દ્રારા આબેહુબ રામાયણ પાત્રો ભજવીને સંપુર્ણ રામાયણ રજુ કરવામાં આવી હતી અને વાતાવરણ રામમય બની ગયુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન કૃતિ બાળકો દ્રારા રજુ થઇ હતી જેને ભારે ઉતેજના જગાવી  હતી અને સ્વચ્છ ભારત અભ્યાન નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યકર્મ ને અંતે રમત-ગમત ક્ષેત્રે અનેરી સિધ્ધી હાંસલ કરવા બદલ વિધાર્થીઓને શિલ્ડ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી અશ્વિનભાઇ દેત્રોજા, હરજીવનભાઇ વરમોરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શૈલેષભાઇ કુંડારીયા, સંચાલક દિનેશભાઇ ગોસાઇ અને શાળા ના  શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી ને કાર્યક્રમ પુરા હર્ષોઉલ્લાસ સાથે ઉજવ્યો હતો.

મધુપુર પ્રાથમિક શાળા

મધુપુર પ્રાથમિક શાળા તેમજ મધુપુર હિન્દ સેના દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ માં મધુપુર ગામ દ્વારા કરણી સેના ટિમ ને આમન્ત્રણ પાઠવવમાં આવ્યૂહતું જે આમન્ત્રણ ને માન આપીને આજરોજ પ્રદેશ મંત્રી કે.ડી. જાડેજા,. રાષ્ટ્રીય સંયોજક પ્રવીણસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી કરણી સેના ટિમના હોદેદારો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કરણી સેના દ્વારા રાષ્ટધ્વજ લહેરાવવા માં આવ્યો હતો આ તકે કરણી સેના ટિમ દ્વારા મધુપુર પ્રાથમિક શાળા માં અભ્યાંસ કરતા બાળકો માટે રૂપિયા અગિયાર હજાર ની રકમ ફળવવા માં આવી હતી તેમજ મોરબી કરણી સેના ટિમ દ્વારા મધુપુર આંગળવાડીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આ તકે મોરબી કરણી સેના ટિમ દ્વારા આંગળવાળી માટે નાના ભૂલકાઓ ને રમત્ત ગમત ના સાધનો માટે રૂપિયા અગિયાર હજાર આપવામાં આવેલ હતા તેમજ મોરબી શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા દ્વારા રૂપિયા પાંચ હજાર ની રકમ આંગળવાડીમાં બાળકો માટે આપવામાં આવી હતી સાથોસાથ હિન્દ સેના તેમજ મધુપુર ગામ દ્વારા કરણી સેનાના હોદેદારો નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું 






Latest News