મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું


SHARE









મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું

મોરબી તાલુકાનાં રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દફ્તરી અને મહેતા કુટુંબના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય દાતા કમલેશભાઈ અને દીપ્તિબહેનની સેવા અજોડ રહી હતી. અને કુટુંબના મોભી, માર્ગદર્શક રમેશભાઈ પ્રભાશંકર અને તરલાકાકીની ઉપસ્થિતી એ પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા હતા. તેમજ શાસ્ત્રીજી નીખિલભાઈએ સંગીતમય શૈલીમાં હવન કરાવ્યો હતો તેમજ ધજાની શોભાયાત્રા અતિ ઉલ્લાસ સાથે નીકળી હતી અને માઁ ના મંદિર ધજા અને સાથે ત્રિશૂળ અને ૐ તથા માઁ ના ફોટા સાથેનું ડેકોરેશન ચેરમેન કેતનના ધર્મપત્ની દિપ્તીએ કરી હતી આ મંદિરના પૂજારી ભાનુભાઈએ બાંધકામમાં સતત હાજરી આપી હતી અને અને માઁ ની અખંડ જ્યોતની જાળવણી કરી દરેકને આશીર્વાદ આપ્યા હતા. મંદિર બાંધકામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન કેતનભાઈ રમેશભાઈ દફતરીનો કમિટીના પ્રમુખ તુષારભાઈ ધીમંતભાઈ દફતરી અને ખજાનચી નીરવભાઈ નવનીતભાઈ દફતરી અને આ ત્રિપુટીના ધર્મપત્ની દિપ્તી કેતનભાઇ, શીતલ તુષારભાઈ, હેતલ નીરવભાઈનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. તેમ ચંદ્રકાન્તભાઈ દફતરીની યાદીમાં જણાવાયું છે.




Latest News