માળીયા (મી)ના સોનગઢ નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં ગંભીર ઇજા થવાથી એક ડ્રાઈવરનું મોત
SHARE
માળીયા (મી)ના સોનગઢ નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં ગંભીર ઇજા થવાથી એક ડ્રાઈવરનું મોત
માળીયા મીયાણા તાલુકાના સોનગઢ ગામ પાસે ટ્રક ચાલકે સામે આવી રહેલા ટ્રકને ઠોકર મારી હતી જેથી કરીને ટ્રકના ડ્રાઇવરને માથા, ડાબા કાન, નાક અને શારીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના જાંદુઓ કી ઢાણીના રહેવાસી દીપારામ ભીખારામ ચૌધરી જાતે જાટ (૩૬) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવરાજ દેવકરણ ગાડરી (૨૦) રહે. રાધુરાજપુરાતા જિલ્લો ભીલવાડા રાજસ્થાન વાળાની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના ભાઈજીના દીકરા ભાઈ અણંદારામ મુકનારામ ચૌધરી (૪૫) તેના હવાલા વાળો ટ્રક જીજે ૧૨ બીવાય ૮૦૧૪ લઈને મુન્દ્રા તરફ જઈ રહ્યા હતા ત્યારે સોનગઢ ગામ પાસે રોડ ઉપર ટ્રક નંબર આરજે ૬ જીબી ૬૪૪૮ ના ચાલક દેવરાજ દેવકરણ ગાડરીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાઇથી ચલાવીને સામેથી અણંદારામ મુકનારામ ચૌધરીના ટ્રકમાં વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં અણંદારામ મુકનારામ ચૌધરીને માથા, ડાબા કાન, નાક, જમણા સાથળ અને શરીરને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતકના કાકાના દીકરા ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે માળીયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનના પત્ની મૂકબધિર છે અને તેને સંતનમાં બે દીકરા છે હાલમાં અકસ્માતના આ બનાવના લીધે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા મરીયમબેન નૂરમહંમદ ખોરજીયા (૫૪) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વી.એન મીયાત્રાએ કરી હતી જો કે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે