મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી માધાપરવાળી શાળામાં કરાઇ


SHARE









મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી માધાપરવાળી શાળામાં કરાઇ

મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ્લભાઈ પાનસેરીયા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આપત્તિ વ્યવસ્થાપન વિશે વાત કરી ત્યારબાદ શાળાની બાળાઓ મનુષ્ય ગૌરવ ગાન. અભિનય સાથે રજૂ કર્યું હતું આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા, મામલતદાર નિખિલ મહેતા, નાયબ ડીપીઈઓ ડી.આર. ગરચર, ડિઝાસ્ટર મેંનેજમેન્ટ શાખામાંથી ધાર્મિક પુરોહિત, કોમલબેન મહેરા વગેરે હાજર રહ્યા હતા ત્યારબાદ ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આગ કેવી રીતે લાગે છે? આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ જયેશભાઈએ લાઈફ જેકેટ,લોખંડની બિલાડી,પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન શાળાના આચાર્ય તુષાર બોપલીયા અને દિનેશભાઈ વડસોલા તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે સભાળ્યું હતું.




Latest News