મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE









ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહેલા આધેડના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને માથામાં હેમરેજ જેવી ગંભીર થઇ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે મનસુખભાઈ ફેફરની વાડીએ રહેતા મૂળ કચ્છ જિલ્લાના કાનમેર ગામના રહેવાસી રજનીભાઈ નાનજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૨૫)એ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૧૮/૧/૨૪ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેના પિતા નાનજીભાઈ વાઘેલા પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કયું ૫૦૩૨ લઈને લજાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરાજ જેવી ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો હોય ત્યાં કામ કરતો રાજકુમાર મનગોર કોલ (૨૩) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો દરમિયાન તેને કોઈ કારણોસર તેને ઇજા થઈ હતી જેથી કરીને મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં આવેલ માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં તોફિકશા નજીરશા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને તેના પત્ની હુસેનાબાનુ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવહી કરી હતી અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે




Latest News