મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

શાળા સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં કરાઈ


SHARE









શાળા સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં કરાઈ

ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી ડૉ. ધાર્મિક પુરોહિત દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે ભૂકંપ, પૂર, વાવાજોડું જેવા વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબી નગરપાલિકા ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આગ કેવી રીતે લાગે છે? આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? વગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. લીડીંગ ફાયર ઓફિસર જયેશભાઈએ લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ જેકેટ વગેરેની કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી.




Latest News