ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં ગેસ લીકેજના લીધે ઘરમાં થયો હતો બ્લાસ્ટ: વકીલ સહિત ત્રણ વ્યક્તિઓ રાજકોટ સારવારમાં


SHARE













મોરબીમાં ગેસ લીકેજના લીધે ઘરમાં થયો હતો બ્લાસ્ટ: વકીલ સહિત ત્રણ વ્યક્તિઓ રાજકોટ સારવારમાં

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં ગઇકાલે સવારે વકીલના મકાનમાં ગેસ લીકેજના લીધે બ્લાસ્ટ થયો હતો જેમા ઘરના ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં પોલીસ ત્યાં પહોચી હતી તેમજ એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને ગઇકાલે સાંજે મોરબીના ધારાસભ્ય પણ જે ઘરમાં ઘટના બની હતી ત્યાં મુકલતે પહોચ્યા હતા

 

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સી-૨ નામની સોસાયટીમાં રહેતા વકીલ કાનાભાઈ મગનભાઈ ગરચરના મકાનમાં ગઇકાલે સવારે ૯:૩૦ કલાકના અરસામાં બ્લાસ્ટ થતા આજુબાજુના અનેક મકાનોમાં નુકસાન થયેલ છે અને આ બનાવમાં કાનજીભાઈ મગનભાઈ ગરચર (૩૦)વૈશાલીબેન દેવયતભાઈ ગરચર (૨૮) અને અઢી વર્ષની દીકરી ક્રિશા કાનાભાઈ ગરચરને ઇજા થઈ હોવાથી રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે બીજી તરફ બનાવ અંગે આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું અને આ બ્લાસ્ટ થતાની સાથે જ ઘરમાં રહેલા લોકો તેમજ આજુ બાજુના ઘરમાં રહેલા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને કાનજીભાઇના ઘરમાં તેમજ આજુબાજુના મકાનમાં બારી બારણા અને છતના ભાગે નુકશાન થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના સ્થળનું ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી જેની તપાસમાં ઘરમાં ગેસ લીકેજના લીધે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જે ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે ત્યાં વકીલ કાનજીભાઈ ગરચર તેના ભાઈ દેવાયતભાઈ ગરચર તે બંનેના પત્ની અને બંનેના એક એક સંતાન અને કુલ મળીને છ વ્યક્તિઓ રહેતા હતા અને તે છ એ છ વ્યક્તિ ઘરની અંદર હાજર હતા દરમિયાન ત્રણ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી કરીને તે તમામને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જે હાલમાં પણ રાજકોટ સારવાર હેઠળ છે આ બનાવ અંગે મોરબી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે જે ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ઘરમાં ગેસ લીકેજ થયું હોવાથી આ ઘટના બનેલ છે આ બનાવની જાણ થતા મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં પહોચ્યા હતા અને ભોગ બનેલા પરિવારના લોકોની સાથે ચર્ચા કરી હતી 






Latest News