ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના મૂળશંકરથી મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીની સફરમાં દેશમાં ક્રાંતિ-સમાજ સુધારા માટે કરેલ કામોની ઝાંખી સાથે ઉજવાશે ૨૦૦ મી જન્મ જયંતી


SHARE













ટંકારાના મૂળશંકરથી મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીની સફરમાં દેશમાં ક્રાંતિ-સમાજ સુધારા માટે કરેલ કામોની ઝાંખી સાથે ઉજવાશે ૨૦૦ મી જન્મ જયંતી

દેશના મહાન સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની ત્રિદિવાસીય ભવ્ય ઉજવણી તેમના જન્મ સ્થાન ટંકારામાં કરવામાં આવી રહી છે અને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી સુધી દેશના રાષ્ટ્રપિતા, રાજ્યના રાજયપાલ સહિતના રાજકીય અને સામાજીક આગેવાનો સહિતના હાજર રહેવાના છે અને આટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાવવાના છે ત્યારે આ જન્મોત્સવની ઉજવણી માટે હાલમાં તડામાર તૈયારી ચાલી રહી છે અને ટંકારાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્રાંતિકારી અને સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ ટંકારાથી ખાસ અહેવાલ.

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા તા.૧૦થી ૧૨ મી ફેબ્રુઆરી સુધી મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે અને મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા પાસે “કરશનજીકા આંગન” નામાંકન સાથે ૧૦૦ વિધાના ગ્રાઉન્ડમાં અલગ-અલગ મહાકાય પંડાલો ઉભા કરવામાં આવ્યું છે ત્યાં ત્રણેય દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ઉજવણી જેના માટે થઈ રહી છે તે ક્રાંતિકારી અને સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે રહેતા બ્રાહ્મણ કરસનજી ત્રિવેદીના ઘરે થયો હતો અને તેનું નામ મૂળશંકર રાખ્યું હતું. અને તેને સંસ્કૃત-વેદ તેમજ યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને ૧૪ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ શીખી ગયા હતા અને તેના પિતાના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો હતો અને શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા હતા ત્યારે બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો અને ઈ. સ. ૧૮૪૬ માં તેમણે ગૃહત્યાગ કરી, સાયલા ગામે લાલા ભગતના સ્થાનકમાં આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાનો સંકલ્પ કર્યો હતો અને શુદ્ધચૈતન્ય નામ ધારણ કર્યું હતું

નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતાં, ચાંદોદ પાસે તેમણે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થયા હતા અને તેમની પાસે સંન્યસ્ત ગ્રહણ કરી ‘દયાનંદ સરસ્વતી’ નામ રાખ્યું હતું અને પોતાની ૩૬ વર્ષની ઉમરે ૧૮૬૦ માં તેઓ મથુરામાં ૮૦ વર્ષના પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત સ્વામી વિરજાનંદને મળ્યા હતા તેમની પાસે તેમણે ત્રણ વર્ષ રહીને પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી’ તથા ‘મહાભાષ્ય’, ‘નિરુક્ત’, ‘નિઘંટુ’ અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી વેદ ધર્મની પુન:પ્રતિષ્ઠા કરવાનું વચન માગ્યું હતું અને સ્વામી દયાનંદે ગુરુનો આદેશ શિરોમાન્ય ગણીને વેદના પ્રચારની કાર્ય શરૂ કર્યું હતું

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વર્ષ ૧૮૭૫ માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી હતી અને પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મુંબઈમાં તેમણે આર્યસમાજની સો જેટલી શાખાઓ તથા કેટલેક સ્થળે સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી હતી અને ત્યારથી જ તેઓ વેદોમાં ન હોય એવા અને પાછળથી ધર્મમાં પ્રવેશેલા ક્રિયાકાંડોના તેઓ વિરોધી હતા. જેમાં ખાસ કરીને મૂર્તિપૂજા, અવતારવાદ, મૃત્યુ પછીના ક્રિયાકાંડ, બહુદેવવાદ અને બાળલગ્નનો વિરોધ કર્યો હતો આટલું જ નહીં સ્ત્રીઓને સમાન દરજ્જો આપવાની તથા રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી હતી તેમણે ‘સત્યાર્થપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો છે તેમાં હિંદુઓને લગતી ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતો સમજાવવામાં આવી છે તેમજ સ્વામિ દયાનંદ સરસ્વતીએ ‘પરોપકારિણી સભા’ ની સ્થાપના કરીને પોતાની બધી સંપત્તિ વેદોના પ્રચાર, વેદોના શિક્ષણ તથા નિર્ધનોને મદદ માટે તેને સોંપી દીધી હતી

વર્ષ ૧૮૮૩ માં દૂધમાં વિષ આપીને દ્વેષગ્રસ્ત વિરોધીઓએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની હત્યા કરી હતી જો કે, આજે ૨૦૦ મી જન્મ જયંતિ નિમિતે ટંકારામાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ત્રણેય દિવસ હાજર રહેવાના છે તેમજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ તા ૧૨ ફેબ્રુઆરીના રોજ હાજર રહેવાના છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજર રહીને સભાને સંબોધન કરશે. આ ઉપરાંત ત્રણ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રિય ગુહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો હાજર રહેવાના છે






Latest News