ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા પાસે ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીનો મામલો, પોલીસ કોન્સ્ટેબલ સહિત નવની ધરપકડ: 47 લાખનો મુદ્દામાલ કબ્જે


SHARE













મોરબીના વીરપરડા પાસે ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી મામલે પોલીસ કોન્સ્ટેબલ સહિત નવની ધરપકડ: 47 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબીના વીરપરડા ગામ પાસે ગઈકાલે બપોરના 12 વાગ્યાના અરસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જેથી કરીને છેલ્લી 24 કલાકથી આરોપીઓના નિવેદન અને સેમ્પલ વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં જે ગુનો નોંધાયો છે તેમાં જાણવા મળતી વિગતો પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે હાલમાં સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તથા પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળીયા ચાર રસ્તા થી માળીયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ વીરપરડા ગામ પાસે હોટલ નજીક પેટ્રોલ અને ડીઝલની ટેન્કરમાંથી ચોરી થતી હોવા અંગેની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ચાર તારીખે બપોરે 12:00 થી 12:30 વાગ્યાના અરસામાં ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ. સી.એન. પરમાર અને તેની ટીમ દ્વારા રેડ કરવામાંહતી ત્યારે સ્થળ ઉપર થી ટેન્કરોમાંથી કાઢવામાં આવેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ મળીને પોલીસ કોન્સ્ટેબલ સહિત 11 શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યું છે કે સ્થળ ઉપરથી જુદા જુદા ટેન્કરોમાંથી ચોરી કરીને મેળવેલ ડીઝલનો જથ્થો15,200 લીટર જેની કિંમત 13,98,400 તેમજ ચોરી કરીનો મેળવેલ 5200 લીટર પોટ્રોલ જેની કિંમત 4,99,200, એક ટેન્કર 10,00,000, એક મારુતિ સ્વિફ્ટ કારસ 4,00,000, એક મહિન્દ્રા થાર જીપ 10,00,000, રોકડ રૂપિયા 3,05,935 તેમજ મોબાઈલ ફોન-10 જેની કિંમત 95,000 અને અન્ય મુદામાલ મળીને 47,05,085 નો મુદામાલ કબજે કરેલ છે-

હાલમાં 12 આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે જે પૈકિના પોલીસ કોન્સેબલ સહિત કુલ મળીને 9 આરોપીને પકડીનો પોલીસના હવાલે કરાયા છે જેમા નેતારામ ઉર્ફ રાજુ જગદીજી બાવરી રહે. ગણમંગરા ગામ રાજસ્થાન (નોકર), ગોંવિંદ હદમનરામજી બાવરી રહે. ગણમંગરા ગામ રાજસ્થાન (નોકર), સંતોક ચમનારામ બાવરી નિવાસી બોયલગામ રાજસ્થાન (નોકર), પ્રકાશ નથુરામ બાવરી રહે. ખેમા રામજી કી ધની રાજસ્થાન (નોકર), હીરાલાલ ધર્મારામ બાવરી રહે, કપેડાગામ રાજસ્થાન (નોકર), શક્તિસિંહ મધુભા જાડેજા રહે. જાખર ગામ જીલ્લો જામનગર (ટેન્કર GJ-02-XX-1672 નો ડ્રાઈવર અને મલિક), રાજેશ ઉર્ફ રાજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી તુલશીપાર્ક મોરબી (ટેન્કર .GJ-12-BX-1757 નો ચાલક), રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર મોરબી (મારુતિ સ્વિફ્ટ નં.GJ-36-RB-8607 મા ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા અવનાર) અને ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા રહે. કુબેર નગર અક્ષરધામ પાર્ક મોરબી (પોલીસ કોન્સ્ટેબલ B.No.314 પોલીસ હેડ કવાર્ટર)(મુખ્ય આરોપી નો પાર્ટનર)નો સમાવેશ થાય છે અને આ ગુનામાં હજુ ભાવેશ ઉર્ફ મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ મોરબી (મુખ્ય આરોપી ભાગીદાર), બિપીનભાઈ રહે મોરબી (આરોપી ના ધંધામાં ડેલ્હરેક અને હિસાબ રખનર નોકર) અને શ્રવણસિંહ રાજપૂત વતની રાજસ્થાન (મુખ્ય આરોપી) વાળાને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે

પોલીસ કોન્સ્ટેબલ પાસેથી બીયરના ટીન મળી આવતાસતેનો પણ અલગ ગુનો નોંધાયો

સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા ડીઝલ પેટ્રોલ ચોરીની હકીકત આધારે જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અન્ય શખ્સોની સાથે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા પણ મળી આવેલ અને તેની ગાડીમાંથી બિયરના 8 ટીન મળી આવ્યા હોય 800 રૂપિયાના બિયરના જથ્થા સાથે તેની પણ ધરપકડ કરીને પોલીસ કોન્સ્ટેબલ સામે તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ મુજબનો પણ ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નોંધાવવામાં આવ્યો છે.






Latest News