અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ મી ફેબ્રુઆરીએ યોજાશે


SHARE









મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ મી ફેબ્રુઆરીએ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૨-૦૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ફેબ્રુઆરી સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.

આ જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અને અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી.

મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા જણાવાયું છે. ૧૦મી ફેબ્રુઆરી પછી આવેલી અરજી કે સંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી તેમજ આ કાર્યક્રમમાં રીપીટ થતા પ્રશ્નો પર કોઈ કાર્યવાહી થશે નહીં. જેની અરજદારોએ ખાસ નોંધ લેવી.




Latest News