અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા માર્ગ સુલામતી માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા માર્ગ સુલામતી માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શ્રી યુ એન મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત સંભાળ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોરબી આરટીઓ, મોરબી ટ્રાફિક પોલીસ તથા મોરબી સિવિલ હોસ્પિટલના તજજ્ઞ અધિકારીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો, કોલેજના વિદ્યાર્થીઓ તથા ભગિની સંસ્થા એન. જી. મહેતા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સંદર્ભે તજજ્ઞો દ્વારા વક્તવ્ય તથા પ્રયોગો દ્વારા સમજૂતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર રાવલ, મોરબી સીટી ટ્રાફિકના પીએસઆઇ અબડાએ વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈતી બાબતો પર ખાસ પ્રકાશ પાડેલ. હેલ્મેટ તથા સીટબેલ્ટનું મહત્વ તેમણે સમજાવેલ. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે પાડવા જોઈતા નિયમો અને તેથી પ્રાપ્ત થતી સુરક્ષા પ્રત્યે તેમણે ખાસ સમજૂતી આપેલ.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલના એમડી ડો. અઘારાના નેતૃત્વ હેઠળ ડૉક્ટરોની ટીમે સીપીઆરની વિગતે સમજૂતી આપેલ. કેવા સંજોગોમાં? કઈ રીતથી? સીપીઆર આપી શકાય તે વક્તવ્ય તથા પ્રાયોગિક માર્ગદર્શનથી સમજાવેલ.આમ બંને વિભાગ દ્વારા એટલે કે આરટીઓ અને ટ્રાફિક દ્વારા અકસ્માત ન થાય તે માટે શું કરવું જોઈએ તેની સમજૂતી પૂરી પાડવામાં આવેલ. અને મેડિકલની ટીમ દ્વારા અકસ્માત પછી સીપીઆર આપવાના સંજોગો સર્જાય તો માનવ જિંદગી કઈ રીતે બચાવી શકાય તે સંદર્ભનું માર્ગદર્શન આપવામાં આવેલ.આ જ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા અગાઉ યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ.કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગીએ અધ્યક્ષ સ્થાનેથી તજજ્ઞ વક્તવ્યોને બિરદાવી વિદ્યાર્થીઓને તે પ્રત્યે સજાગ થવા નિર્દેશ કરેલ. આ કાર્યક્રમમાં એન. જી. મહેતા હાઈસ્કૂલના પીટીઆઇ એ. કે. વારોતરીયા ઉપસ્થિત રહેલ. કોલેજના સમગ્ર સ્ટાફ, નહેરુ યુવા કેન્દ્રના કર્મચારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપેલ. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રામ વારો તરિયા દ્વારા કરવામાં આવેલા. એનએસએસના સ્વયંસેવકોએ વ્યવસ્થાકીય કામગીરી સાંભળેલ.




Latest News