મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના સરદારનગર ગામે વૃદ્ધ દંપતીને માર મારીને ૪૫૦૦૦ થી વધુની લૂંટ, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







માળિયા (મી)ના સરદારનગર ગામે વૃદ્ધ દંપતીને માર મારીને ૪૫૦૦૦ થી વધુની લૂંટ, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગરમાં રહેતા નિવૃત નાયબ મામલતદારના મોટાભાઈ અને ભાભીના ઘરમાં રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અને ત્યાં રહેતા વૃદ્ધ દંપતિને માર મારવામાં આવ્યો હતો અને ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવેલ છે આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ વૃદ્ધાએ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી (૬૬) અને તેના પત્ની જશુબેન મગનભાઇ સુરાણી (૬૧) રવિવારે રાતના સમયે ઘરમાં હતા દરમિયાન રાત્રીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચાર શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને મગનભાઈના પત્ની રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા માટે થઈને પોતાના ઘરમાં આવેલ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંથી તે પરત પોતાના ઘરમાં જતા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારીને ઓસરીમાં પાડી દીધા હતા અને ઘરમાં ઘુસીને લુંટ કરી હતી જે બનાવની ભોગ બનેલ જશુબેન મગનભાઇ સુરાણીએ ચાર અજાણ્યા શખ્સોની સામે ફરીયાદ નોંધાવી છે

જેમાં જણાવ્યુ છે કે, જે અજાણ્યા શખ્સો ઘરમાં આવી ગયા હતા તેને ત્યાં સૂતેલા મગનભાઈ સુરાણીને માથા અને કાનના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી તેમજ તેઓના પત્નીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને તેઓએ કાનમાં પહેરેલા સોનાના બૂટિયા તેમજ કબાટમાં રાખેલા સાત જોડી ચાંદીના સંકળા તથા ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરી હતી ત્યાર બાદ આ શખ્સો ત્યાંથી ૪૫,૦૦૦ થી વધૂનો મુદામાલ લઇને નાસી ગયેલ છે  બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવેલ છે અને ડોગ સ્કવોડ પીપળીયા ચોકડી સુધી આવી હતી તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જો કે, ઘરમાં લુંટ કરીને નાસી ગયેલ ચારેય શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે પરંતુ ચારેય આરોપી કયારે પકડશે તે સમય જ બતાવશે 

મોરબી જિલ્લામાં ચોરી અને ચોરીનો પ્રયાસલૂંટ અને લૂંટનો પ્રયાસધાડ અને ધાડનો પ્રયાસ,  હત્યા અને હત્યાનો પ્રયાસજુગારનસીલા પદાર્થોનું વેચાણ વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જેથી કરીને પોલીસની નાઈટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે તેવામાં રાત્રિના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરને અજાણ્યા ચાર શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું જો કેઆરોપી ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ છે






Latest News