અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં નીલગાયનો શિકાર કરતા ૭ શખ્સોની ગેંગ ઝડપાઈ: ૨૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે, ૭ લાખની એડવાન્સ રિકવરી કરતા વન અધિકારી


SHARE









મોરબી તાલુકામાં નીલગાયનો શિકાર કરતા ૭ શખ્સોની ગેંગ ઝડપાઈ: ૨૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે, ૭ લાખની એડવાન્સ રિકવરી કરતા વન અધિકારી

 

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં ફાયરિંગ જેવો અવાજ આવતા વન વિભાગની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે નીલગાયના અવશેષો સાથે જુદી જુદી બે જગ્યા ઉપરથી કુલ મળીને ૭ શખ્સોની ધરપકડ કરી હતી અને તેની પાસેથી૨૧.૯૦ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સાતેય આરોપીઓ પાસેથી સાત લાખની એડવાન્સ રિકવરી વસૂલ કરવામાં આવી હોવાનું વન વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે

 

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના સીમ વિસ્તારમાં છેલ્લા આઠ-દસ દિવસથી નિલગાયનો શિકાર થતો હોવાની શંકાના આધારે મોરબી વન વિભાગની મોરબી રેન્જનો સ્ટાફ તે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ફાયરીંગનો અવાજ થતા તે દિશામાં તપાસ કરતા એક નિલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઈસમો રંગે હાથે ઝડપાયા હતા ત્યાર બાદ વધુ તપાસ કરતા વધુ એક નિલગાયના શરીરના અવશેષો તેમજ ત્રણ વ્યક્તિઓ મળી આવેલ હતા આ શખ્સોની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા-૨૦૨૨ ની કલમ - ર(૧૬), ર(૨૦), ર(૩ર), ૨(૩૬), ૯, ૩૯, ૫૦ તથા ૫૧ મુજબ રે.ગુ.નં.૪૬/૨૦૨૩-૨૪થી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે અને હાલમાં વન વિભાગની ટીમે ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કાર-૧, સ્વિફ્ટ કાર -૧, મહિન્દ્રા બોલેરો પીક અપ યુટીલીટી -૧, હીરો સ્પ્લેન્ડર પ્લસ- ૧, હોંડા એક્ટીવા-૧ તથા બાર બોર બંદુક-૧ એમ કુલ મળી ૨૧,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે તેમજ દરેક વ્યક્તિ દીઠ ૧,૦૦,૦૦૦ લેખે સાત વ્યક્તિઓની ૭,૦૦,૦૦૦ ની એડવાન્સ રીકવરી પેટે વસુલાત કરવામાં આવેલ છે

 

હાલમાં નિલગાયનો શિકાર કરતા જે શખ્સોને પકડવામાં આવેલ છે તેમા રમઝાન ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, સિરાજ ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, મનસુર ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, ઈબ્રાહિમ હાસમ કટીયા રહે. વીસીપરા મોરબી, આશિફ મામદભાઈ માણેક રહે. વીસીપરા મોરબી, અબ્બાસ દાઉદ માણેક તથા ઈશાક ફતેમામદ કટીયા રહે. ભોડી વાંઢ, કાજેડા રોડ માળીયા વાળાનો સમાવેશ થાય છે અનો આ કામગીરી જે.સી. જાડેજા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરબી), કે.એમ. જાંબુચા (વનપાલ કાલિકાનગર), એમ.કે. પંડિત (વનપાલ મોરબી) અને એન.એલ. દુધરેજીયા (વનરક્ષક મોરબી)એ કરેલ હતી




Latest News