મોરબી સોની બજાર પાસે કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
SHARE
મોરબી સોની બજાર પાસે કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીમાં કબીર શેરી સોની બજારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૪૯૦ ની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં કબીર શેરી સોની બજારના મેઇન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિપુલભાઈ પરસોતમભાઈ સોલંકી (૪૦) રહે નાગનાથ શેરી મોરબી, મનોજભાઈ શિવશંકરભાઈ કપટા (૫૪) રહે, કડિયા શેરી મોરબી, ગોપાલભાઈ રમેશભાઈ નિમાવત (૪૪) રહે, સોની બજાર મેઇન રોડ મોરબી અને કમલેશભાઈ મણીલાલ મકવાણા (૪૯) રહે કબીર શેરી સોની બજાર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૪૯૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
માળીયા મીયાણામાં માતમ ચોક પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવાતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે શીવાભાઈ સુરેશભાઈ પરસોડા (૨૫) રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાળા વિસ્તાર માળિયા મિયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૬૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશી દારૂનો આથો
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામથી ખાખરેચી ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર ખેતરની બાજુમાંથી પસાર થતી નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુલેમાન અયુબભાઈ પારેડી જાતે મીયાણા (૩૦) રહે ચીખલી તાલુકો માળીયા મિયાણા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશી દારૂ
મોરબી તાલુકાના નવાગામ રોડ ઉપર આવેલ કારખાના સામેથી નંબર પ્લેટ વગરનું મોપેડ પસાર થઈ રહ્યો હતો જે રોકાવીને તેની ડેકી ખોલીને ચેક કરવામાં આવતા તેમાંથી ૧૮ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૩૬૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા દસ હજાર રૂપિયાની કિંમતનું મોપેડ આમ કુલ મળીને ૧૦,૩૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જીગ્નેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (૧૮) તેમજ સંજયભાઈ નાગજીભાઈ દેગામા (૩૫) રહે. લીલાપર રોડ કાળીપાટના નાલા પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.