હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઘરના ફળિયામાં આધેડે ન કરવાનું કયું


SHARE









મોરબીના ત્રાજપરમાં ઘરના ફળિયામાં આધેડે ન કરવાનું કયું

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા આધેડે પોતાના ઘરના ફળિયામાં આવેલ ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા રમેશભાઈ ગાડુભાઈ વરાણીયા જાતે કોળી (૫૧)એ ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર પોતાના ઘરના ફળિયામાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતો સંદીપ સુરેશભાઈ ચાવડા (૧૦) નામનો બાળક ગામમાં બાઈકની પાછળ બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી સંદીપ ચાવડાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

નીચે પડતાં યુવાન સારવારમાં
મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતો ઉદય નંદસિંગ (૩૮) નામનો યુવાન મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામ દરમિયાન તે ૨૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News