મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીકના કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી રમતા રમતા પડી ગયેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત


SHARE













મોરબી નજીકના કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી રમતા રમતા પડી ગયેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં સીડી ઉપરથી રમતા રમતા દોઢ વર્ષની બાળકી પડી ગઈ હતી જેથી કરીને તેને માથાના ભાગે ઇજા થયેલ હોવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સોનેક્ષ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામસિંગ ગૌણની દોઢ વર્ષની દીકરી સંધ્યાને માથામાં ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તે દોઢ વર્ષની બાળકીનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતક બાળકીના પિતા રામસિંગ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, કારખાનાના લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી રમતા રમતા સંધ્યા પડી હતી જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેની દીકરીનું મોત નીપજયું છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા રાયધનભાઈ માવજીભાઈ ડાભી (૩૦) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધરમપુર ગામના પાટીયા પાસેથી સુપર કેરી છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાયધનભાઈ ડાભીને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા રમીલાબેન હર્ષદભાઈ મકવાણા (૨૩) નામની મહિલાને તેના પતિ દ્વારા માર માર્યો હતો જેથી કરીને મહિલાને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News