મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ડીઝલ ચોરીમાં પકડાયેલ પોલીસ કર્મી સહીત છએય આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીના ચકચારી ડીઝલ ચોરીમાં પકડાયેલ પોલીસ કર્મી સહીત છએય આરોપીઓનો જામીન ઉપર છુટકારો

મોરબી વીરપરડા ગામ પાસે હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્રારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુન્હામાં પોલીસ કોન્સ્ટેબલ સહીત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને સ્થળ ઉપરથી સુડતાલીસ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ પૈકી પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજા, નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરી અને રાજેશ રામજીભાઈ મારવાણીયા આ તમામ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી સુડતાલીસ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓ પૈકીના પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા, શકિતસિંહ માધુભા જાડેજાના રીમાન્ડ માંગવામાં આવેલ હતા અને નામ.અદાલતે ઉપરોકત ત્રણ આરોપીઓના તા.૮-૨ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા અને આરોપીઓ નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હડમાનરામજી બાવરી, સંતોક યમનારામ બાવરી, પ્રકાશ નાથુરામ બાવરી, હીરાલાલ ધરમારામ બાવરીની જામીન અરજી નામ.અદાલતમાં દાખલ કરેલ જે જામીન અરજી નામ.અદાલતે મંજુર કરેલ ત્યારબાદ આરોપીઓ ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (પોલીસ કર્મચારી), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવાભાઈ ખુંગલા અને શક્તિસિંહ માધુભા જાડેજાના રીમાન્ડ પુરા થતા નામ.અદાલતમાં તેમની જામીન અરજી નામ.અદાલતમાં દાખલ કરેલ અને નામ.અદાલતે પોલીસ કર્મચારી સહીત ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ જેમાં ભરતભાઈ પરબતભાઈ મીયાત્રા (પોલીસ કર્મચારી) ના વકીલએ દલીલો કરી હતી.આરોપીના વકીલ તરીકે ગોપાલભાઈ ઓઝા તથા કુ.મેનાઝબેન પરમાર રોકાયેલ હતા.






Latest News