ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ભારતના લોકોમાં નવી ચેતના-આત્મવિશ્વાસનો સંચાર કરવાનું કામ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યુ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


SHARE







ભારતના લોકોમાં નવી ચેતના-આત્મવિશ્વાસનો સંચાર કરવાનું કામ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યુ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે જે કાર્યક્રમમાં આજે દેશના રાષ્ટ્રપતિ આવ્યા હતા અને ત્યારે તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમગ્ર દેશ અને દુનિયાની અંદર છે સ્ત્રી સશક્તિકરણ અને કૂરીતીઓને દૂર કરવા માટે જે કામ કર્યું છે તેને યાદ કર્યો હતો અને ભારતના લોકોમાં નવી ચેતના અને આત્મવિશ્વાસનો સંચાર કરવાનું કામ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યુ હતુ તેવી લાગણી વ્યક્ત કરી હતી 

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિદા સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે અને દરમિયાન આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ પદ્મશ્રી પૂનમ સુરીજી, આર્ય સમાજના સુરેન્દ્રજી તથા સ્વામી ધર્માનંદજી ની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ તકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ કરસનજી કા આંગન જે વિશાળ સમીયાણો ઊભો કરવામાં આવ્યો હતો ત્યાં યજ્ઞશાળામાં બેસીને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા આહુતિ આપી હતી ત્યારબાદ ત્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતી જે પ્રદર્શનની ગોઠવવામાં આવી હતી તે નિહાળી હતી અને ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતીની યાદમાં જ્ઞાન જ્યોત સ્મારક બનવા જઈ રહ્યું છે તેનો શિલાન્યાસ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યુ હતુ

ત્યારબાદ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, ટંકારાના લોકોની સુખાકરીમાં વધારો થાય તે માટે કરવામાં આવી રહ્યું છે અને અહીના એમપી એટલેકે મોહનભાઇ કુંડારિયા અને એમએલએ એટલેકે દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાને નગરપાલિકા આપવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાને લઈને સરકાર દ્વારા ગ્રામ પંચાયતને પાલિકાનો દરરજો આપવા માટેની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી દિવસોમાં ટંકારાને નગરપાલિકા આપવામાં આવે તેવા સંકેત મળ્યા  છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, મુગલો અને અંગ્રેજોના શાસનને દેશને નિર્ધન બનાવી દીધો હતો ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્વદેશીનો નારો આપ્યો હતો તેમજ આધ્યાત્મિક ચેતના જગાવી હતી અને વેદનો પ્રચાર સમગ્ર ભારત દેશની અંદર શરૂ કર્યો હતો અને દરેક ક્ષેત્રની અંદર મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા અવિસ્મરણીયા કહી શકાય તેવી કામગીરી કરવામાં આવેલ છે અને આર્ય સમાજ એ રાષ્ટ્રવાદી સંસ્થા છે અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની કીર્તિને વિશ્વમાં પહોંચાડી રહ્યા છે ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હતું તે સમયે ભારતના લોકો ત્યાંથી સલામત રીતે નીકળી શકે તે માટે યુદ્ધને રોકવામાં આવ્યું હતું જે ભારત દેશની ગરિમા અને ગૌરવ સમાન ઘટના હતી

તો રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સભાને સંબોધતા કહ્યુ હતુ કે, દેવભૂમિ અને સ્વામીજીની પવિત્ર ભૂમિને હુ નમન કરુ છું અને આ આયોજન માટે આયોજકોને બિરદાવ્યા હતા તેમજ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીએ માનવતાના વિકાસ માટે ઘણું કામ કર્યું હતું તેમજ ભારતના લોકોમાં નવી ચેતના અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો આ કાઠીયાવાડની ભૂમિના મહર્ષિ દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી આ બે સપુતોમાંથી લોકોને કાયમ માટે પ્રેરણા મળશે અને દેશને સાચી દિશા પણ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખની છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પોતાના કાર્યકાળ દરમિયાન અંધશ્રદ્ધા ને દૂર કરવા માટે જે કામ કર્યું હતું અને વર્ષો પહેલા નારી શિક્ષા અને સ્વભિમાન માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે તેને રાષ્ટ્રપતિએ નમન કર્યું હતું તેમજ ગુજરાતના રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે જે કામગીરી છેલ્લા વર્ષોથી ગુજરાતની અંદર જે કામ કરવામાં આવી રહી છે તેની પણ નોંધ લીધી હતી અને ખેતી તેમજ જમીનના રક્ષણ માટે તથા ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે પ્રાકૃતિક ખેતી આશીર્વાદ સમાન બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News